શાહરૂખ ખાન સ્ટારર ડંકીનું પહેલું રિવ્યૂ આજે આવી ચુક્યું છે અને આ ફિલ્મને 5 સ્ટાર મળી ચુક્યા છે. બે દિવસ પહેલા દેશમાં ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે ‘ડંકી’ની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી અને રિવ્યૂ ત્યાંથી આવ્યા છે. ‘ડંકી’ જોનારે તેને માસ્ટરપીસ અને ભારતીય સિનેમા માટે ઐતિહાસિક ફિલ્મ ગણાવી.
શાહરૂખ ખાન આ વર્ષે ‘પઠાણ’ અને ‘જવાન’ના રૂપમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચુક્યા છે અને હવે તે ત્રીજા બ્લોકબસ્ટર માટે તૈયાર છે. શાહરૂખની રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી ‘ડંકી’ 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફેંસ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Advertisement -
તેની રાહ વચ્ચે ‘ડંકી’નો પહેલો રિવ્યૂ સામે આવી ચુક્યો છે અને ફિલ્મના જોરદાર વખાણ થઈ રહ્યા છે. શાહરૂખ ખાને એક વખત ફરી દિલ જીતી લીધા છે અને ‘ડંકી’ને માસ્ટરપીસ ગણાવી છે.
Insider Reports: 5 ⭐️ #Dunki is a masterpiece of storytelling from #Rajkumarhirani. Indian cinema has never seen before the way Raj sir has made this movie. #ShahRuhKhan outperform himself as an actor to give his best acting in this movie.
1st half 📽️ is all about the Journey… pic.twitter.com/TLYbtx8v4f
- Advertisement -
— Movie Hub (@Its_Movieshub) December 10, 2023
‘ડંકી’ની રિલીઝમાં ભલે હજુ એક અઠવાડીયાનો સમય છે પરંતુ તેના ફર્સ્ટ રિવ્યૂ સામે આવી ગયા છે. સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મનો ફર્સ્ટ હાફ શેના વિશે છે. મહત્વનું છે કે ‘ડંકી’ ચાર મિત્રોની સ્ટોરી છે. જે લંડનમાં જવાનું સપનું જોઈ રહ્યા છે. તેના માટે તે ‘ડંકી’નો રસ્તો અપનાવે છે. ફિલ્મ ફેક પાસપોર્ટ અને વીઝા લઈને ગેરકાયદેસર રીતે ડંકી ફ્લાઈટ્સ લઈને વિદેશમાં ગુસવાની સ્ટોરી છે.
પહેલા આવી ફિલ્મ ક્યારેય નહીં જોઈ હોય
જે લોકોએ ‘ડંકી’ જોઈ છે તે તેના વખાણ કરી રહ્યા છે. ફિલ્મને ફર્સ્ટ રિવ્યૂમાં 5 સ્ટાર મળ્યા છે અને લોકો તેને રાજકુમાર હિરાનીની માસ્ટરપીસ કહી રહ્યા છે. જેમાં સ્ટોરી કમાલની છે.
View this post on Instagram
જે રીતે રાજકુમાર હિરાનીએ આ ફિલ્મ બનાવી છે જેવી ભારતીય સિનેમાએ પહેલા ક્યારેય નહીં જોઈ હોય. શાહરૂખ ખાને આ ફિલ્મમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે. તેમણે પોતાને જ મ્હાત આપી છે.
શું છે ‘ડંકી’ના ફર્સ્ટ અને સેકેન્ડ હાફમાં
રિવ્યૂમાં જણાવ્યા અનુસાર, “ફિલ્મના ફર્સ્ટ હાફ ડંકીના લંડન સુધીના સફર વિશે છે. આ તમને પાત્રો અને સ્ટોરીની સાથે સાથે કોમેડી, રોમાંસ, પ્રેમ અને ઉંડી મિત્રતા બતાવી છે. બીજા ફાફમાં મેઈન મૂવી છે. જ્યાં તે તમને રોવડાવી પણ શકે છે. આ વસ્તુ ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં ક્યાંય નથી બતાવવામાં આવી. આ ફિલ્મ ભારતીય સિનેમામાં ઐતિહાસિક રહેશે.”