કતારમાંથી 8 પૂર્વ નેવી સૈનિકોને પરત ફર્યા એ વાત પર ટિપ્પણી કરતાં ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ નૌસૈનિકોને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે.
બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. ગયા વર્ષે એમની તેની બ્લોકબસ્ટર ફિલ્મને કારણે ચર્ચાની વિષય બન્યા હતા અને હવે કતારમાં કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકો પરત ફર્યા એ માટે સમાચારમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નૌકાદળના તે પૂર્વ અધિકારીઓને છોડાવવા પાછળ શાહરૂખનો હાથ છે.
- Advertisement -
8 પૂર્વ નેવી સૈનિકોને છોડાવવામાં શાહરૂખ ખાનની મદદ લીધી
કતારમાંથી મુક્ત થયા બાદ, 8માંથી 7 ભૂતપૂર્વ મરીન 12 ફેબ્રુઆરીની રાત્રે ભારત પહોંચ્યા હતા એ વિશે વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. એવામાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટિપ્પણી કરી છે. જેમાં એમને દાવો કર્યો હતો કે પીએમ મોદીએ કતારના 8 પૂર્વ મરીનને છોડાવવા માટે શાહરૂખ ખાનની મદદ લીધી છે.
Over the next two days, I will be visiting UAE and Qatar to attend various programmes, which will deepen India's bilateral relations with these nations.
My visit to UAE will be my seventh since assuming office, indicating the priority we attach to strong India-UAE friendship. I…
- Advertisement -
— Narendra Modi (@narendramodi) February 13, 2024
એ બાદથી સતત લોકો પૂછી રહ્યા છે કે વડાપ્રધાને એક અભિનેતાની મદદ કેમ લેવી પડી? જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે. તેમણે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી.
મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી!
13 ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે આગામી બે દિવસ સુધી UAE અને કતારના પ્રવાસે જશે. અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેથી તે દેશો સાથે ભારતના સંબંધો સુધરે. પીએમ મોદીએ એમ પણ લખ્યું કે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની સાતમી UAE મુલાકાત હશે. આ ટ્વીટના કોમેન્ટ બોક્સમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- ”મોદીએ બૉલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને પણ તેમની સાથે કતાર લઈ જવા જોઈએ. વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ જતાં મોદીએ શાહરૂખ ખાન પાસે મદદ માંગી હતી.”
શાહરૂખ ખાન તાજેતરમાં કતાર ગયા હતા
શાહરૂખ ખાનનું નામ આ કેસ સાથે જોડાયું કારણ કે તે પણ તાજેતરમાં કતાર ગયા હતા. તેઓ ત્યાં કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને પણ મળ્યા હતા. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તે પછી સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વીટ આવ્યું, જેમાં શાહરૂખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્વામીના આ ટ્વિટ બાદ આ સમાચાર વાયરલ થયા હતા.
આ દાવા પાયાવિહોણા છે
એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન સામે આવ્યું હતું જેમાં લખ્યું હતું કે“કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લઈને કેટલાક અહેવાલો ચર્ચામાં છે. આમાં શાહરુખની સંડોવણી અંગે જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે. નૌસૈનિકોના રિલીઝને સારી રીતે પાર પાડવાનો સંપૂર્ણ શ્રેય માત્ર ભારત સરકારના અધિકારીઓને જાય છે. શાહરૂખ ખાન આ બાબત સાથે કોઈપણ રીતે જોડાયેલો નથી. અન્ય ભારતીયોની જેમ શાહરૂખ ખાન પણ ખુશ છે કે નેવી ઓફિસર્સ તેમના ઘરે સુરક્ષિત પાછા ફર્યા છે.’