140 વર્ષનો રેકોર્ડ તૂટયો
ક્લાઇમેટ ચેન્જની અસર ચીનમાં પણ વર્તાવવા માંડી છે. ચીનની રાજધાની બેઇજિંગમાં છેલ્લા 140 વર્ષનો ભારે વરસાદ બનતા બેઇજિંગમાં ચોમેર પાણી જ પાણી છે. આ સ્થિતિ ફક્ત બેઇજિંગ જ નહી ચીનના બીજા વિસ્તારોમાં પણ જોવા મળી છે. ચીનની વસ્તીનો પાંચમો ભાગ ચીનના વિવિધ શહેરોમાં આવેલા પૂરના લીધે પ્રભાવિત થયો છે. ચીનમાં પ્રસારમાધ્યમો નિયંત્રિત હોવાથી તેની ઘણી ઓછી વાતો બહાર આવે છે, હવે જે તસ્વીર બહાર આવી છે તેના પરથી જ અંદાજ મૂકી શકાય છે કે પૂરના લીધે ચીનની સ્થિતિ કેટલી ભયાવહ હશે.
- Advertisement -
આ સિવાય ચીનના ઝિંગ્ઝાઉ પ્રાંતમાં નદીમાં આવેલા પૂરના લીધે બ્રિજ તૂટી જતા લોકો તેને જોઈ રહ્યા છે. આ જ પ્રાંતમાં મોટાભાગના ઘરોનો નીચલો હિસ્સો પાણીમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચીનના રસ્તાઓ અને હાઇવે જાણે જળમાર્ગ બન્યા હોય તેવી સ્થિતિ છે. ઉત્તરી ચીનના શહેરોમાં રસ્તાઓ પર હવે ગાડીઓ નહી પણ બોટ ફરે છે. બચાવકર્તાઓની ટીમ બોટમાં જઈને લોકોને બચાવી રહી છે.