શુક્રવારના રોજ ખાર્કિવ અને પોલ્ટાવામાં લગભગ 35 મિસાઇલોએ મહત્વની ગેસ સુવિધાઓ પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
રશિયાએ ‘યુક્રેનિયન ગેસ પર મોટા પ્રહારો કર્યા’
- Advertisement -
‘માનવું અશક્ય છે’ મોસ્કો નાટો સાથે યુદ્ધ ઇચ્છે છે: પુતિન
શંકાસ્પદ ડ્રોન જોયા બાદ મ્યુનિક એરપોર્ટ ફરી બંધ
યુક્રેનના સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટ પર ડ્રોન-મિસાઈલથી પ્રહાર
- Advertisement -
એક અહેવાલ પ્રમાણે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘યુક્રેન ઉપર આખી રાત અનેક પ્લેટફોર્મ પરથી મિસાઈલો અને લાંબા અંતરના ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ ડ્રોન અને મિસાઈલોએ સફળતાપૂર્વક તેમના લક્ષ્યોને ટારગેટ કર્યા અને મિશન સફળ બનાવ્યું.’
દેશના ગેસ પ્લાન્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
બીજી તરફ યુક્રેન દ્વારા પણ આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. યુક્રેનની સરકારી ઊર્જા કંપની નેફ્ટોગેઝે આ હુમલાને દેશના ગેસ પ્લાન્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે રશિયન હુમલાઓથી તેને ખૂબ જ ગંભીર નુકસાન થયું છે.
યુક્રેનની રાજધાની કિવ પર હુમલો
રશિયા દ્વારા યુક્રેન પર સતત આ રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ રશિયાએ ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે કિવમાં કુલ 11 કલાક સુધી સાયરન વાગતા રહ્યા હતા. આ હુમલા દરમિયાન રશિયાએ લગભગ 800થી વધુ ડ્રોન તહેનાત કર્યા હતા, જેમાંથી મોટાભાગનાને એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા, પરંતુ તેમ છતાં પણ તેમાંથી ઘણા રહેણાંક ઈમારતો અને સરકારી ઈમારતો સાથે અથડાયા પછી ફાટ્યા હતા. આના કારણે રાજધાની કિવમાં બે લોકોના મોત થયા હતા, જેમાં એક બાળક પણ સામેલ હતું.
આ હુમલા અંગે યુક્રેનિયન વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રશિયાએ 810 ડ્રોન ઉપરાંત ચાર બેલિસ્ટિક મિસાઈલો અને નવ ક્રુઝ મિસાઈલો છોડી હતી. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા પ્રમાણે આ હુમલો જુલાઈમાં કરવામાં આવેલા હુમલા કરતા પણ વધુ ભયાનક હતો.