મહાશિવરાત્રી મેળાને આખરી ઓપ અપાતું તંત્ર
ડીમોલેશન બાદ વેપારી સાથે સમાધાન ધરણા બંધ કર્યા: શિવરાત્રી મેળાને લઈને તંત્રના અનેક વિભાગો સજ્જ
- Advertisement -
જૂનાગઢ અતિ પૌરાણિક મહા શિવરાત્રી નો મેળો આદિ અનાદિ કાળથી યોજાય છે જેમાં દેશ ભર માંથી વરિષ્ઠ સંતો સાથે નાગા સાધુ તેમજ લાખોની સંખ્યામાં ભાવિકો મેળો માણવા આવેછે ભાવિકો ની સંખ્યા 10 લાખથી વધે તો પણ તંત્ર ના અલગ અલગ વિભાગ સજ્જ થયા છે અને મેળા આવતા ભાવિકો ને કોઈ અગવડ ના પડે મેળો સુખ રૂપ સંપ્પન થાય તેના માટે તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ ગયો છેયાત્રાળુઓની સુવિધા માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાશે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રબિંદુ એવા શિવરાત્રી મેળાનો તારીખ 15 થી આરંભ થનાર છે.
શિવરાત્રી મેળામાં આવતા યાત્રી કોને કોઈ અગવડ ન પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત થશે.જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ફોન – 0285- 2633446,2633447,2633448. સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ઝોનલ કચેરી – 0285 – 2960116,2960246. માહિતી કેન્દ્ર – 0285 – 2960173,2960174. પોલીસ ઈમરજન્સી નં. 100 ફોન – 0285 – 2630603,2632373, ફોરેસ્ટ કંટ્રોલ રૂમ – 0285- 2633700, ફાયર ઈમરજન્સી નં. 101 ફોન – 0285 – 2620841, 2654101, મો – 9624753333, એમબ્યુલન્સ ઈમરજન્સી નંબર – 108, મો. નં. – 9909219108 જયારે ફાયર ફાઈટર સ્પોટ ભવનાથ ઝોનલ ઓફીસ,ભવનાથ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, પાર્કીંગ સ્થળ. ક્રેઈન સ્પોટ – અશોક શિલાલેખ સામે,ભવનાથ તળેટી, મજેવડી ગેઈટ પાસે રહેશે.મહાશિવરાત્રીના મેળા દરમિયાન અને જંગલ વિસ્તારમાં ફટાકડા કે સ્ફોટક પદાર્થના ઉપયોગ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે જેમાં શિવરાત્રીનો મેળો યોજાનાર છે.
આ મેળામાં બહોળી સંખ્યામાં જિલ્લામાંથી તથા બહારના વિસ્તારમાંથી યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય, મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્ફોટક પદાર્થોથી આગ લાગવાનો સંભાવના રહે છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી.બાંભણિયા ને મળેલ અધીકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને ભવનાથ ખાતે યોજાતાં મેળા ક્ષેત્ર અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા ફોડવા અને સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવેલ છે. આ જાહેરનામુ તા.14 થી 19 ફેબ્રુ.સુધી અમલમાં રહેશે.ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.
- Advertisement -
મહાશિવરાત્રીના મેળા દરમિયાન ઉટગાડી જેવા વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા પ્રવેશબંધી ફરવામાં આવીછે આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થાય છે. આથી અકસ્માતો નિવારવા અને લોકોની અવર-જવરને અડચણ ન થાય તે માટે ટ્રાફીકનું નિયંત્રણ કરવા માટે સાવચેતીના પગલા લેવાનું અનીવાર્ય જણાતાં, જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એક જાહેરનામુ બહારપાડીને તા.15 થી.19 સુધી (બંને દિવસો સહિત) ઉંટગાડી, ઘોડાગાડી, બળદ ગાડી જેવા વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશ બંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.
ભવનાથ વેપારીનું આંદોલન સમાપ્ત
જૂનાગઢ મહા શિવરાત્રી મેળાને લઈને મનપા અને વહીવટી તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વેપારી ના કાયદેસર જગ્યાના ઓટા સહીતના દબાણો દૂર કરતા રેંકડી ધારકો અને વેપારી સાથે પાથરણા વાળા રોષે ભરાયા હતા અને ગઈકાલથી વેપારીઓ ધંધા રોજગાર બંધ કરી ભવનાથ સજ્જડ બંધ રાખ્યું હતું અનેકલેકટર ને આવેદન આપી અચોક્કસ મુદત ના ધરણા પર ઉતરી ગયા હતા ત્યારે સાધુ સંતો અને સ્થાનિક લોકોની મદદથી વેપારીને દુકાન આગળ ત્રણ ફૂટની જગ્યા આપવાની અને વધારે ડીમોલેશન નહિ કરવાની ખાતરી મળતા આંદોલન સમાપ્ત થયું હતું.