ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા 2009 જેટલા પ્રશ્ર્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગને લગતી 1078 અરજી, 7/12,8-અ ના પ્રમાણપત્રો માટે 430, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે 215, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે 60, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે 37, મિલકત આકારણીના ઉતારા માટે 19, રેશનકાર્ડમાં સુધારા કરવા માટે 15, આવકના દાખલા માટે 14 અરજી સહીત આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ 2009 અરજીઓ મળી હતી.
જ્યારે પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી 27 જેટલા દર્દીઓ દ્વારા લાભ લીધો હતો. ત્યારે સેવા સેતુ કાર્યક્રમએ પ્રજાજનોના પ્રશ્ર્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ બન્યું છે. રાજ્ય સરકારના આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્ર્નોનું સ્થળ પર નિરાકરણ આવતા લોકો સરકારી સેવાઓના લાભો ઘર નજીક જ સરળતાથી મેળવી રહ્યા છે