રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સેવા સેતુ ના દસમાં તબક્કાની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામાં સેવા સેતુના કેમ્પ યોજવામાં આવશે.જેમાં આધાર નોંધણી, સુધારા, રાશનકાર્ડમાં નામ દાખલ-કમી કરવું, સુધારો કરવો, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું સહિતની વિવિધ 55 પ્રકારની સેવાઓ નાગરિકોને ઘર આંગણે મળશે નાગરિકોને ઘર આંગણે જ મળી રહે તે માટે આગામી તા.17 સપ્ટેમ્બર, 2024 થી તા.31 ઓકટોબર, 2024 દરમિયાન 10મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પોરબંદરના કલેકટર એસ.ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં સેવા સેતુ ના કાર્યક્રમોમાં લોકોને લાભ મળે અને ગ્રામ્ય તાલુકા સ્તરના આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.