ખાસ-ખબર સંવાદદાતા
વિવેકાનંદ યુથ ક્લબ વિવેકાનંદજીના જન્મદિવસના પવિત્ર દિવસે સેવાયાત્રાના 28 વર્ષ પૂર્ણ કરીને 29માં વર્ષમાં મંગલપ્રવેશ કરશે. સંપૂર્ણપણે નાત-જાત, ધર્મ-સંપ્રદાયથી પર રહીને સમાજે મને ઘણું બધું આપ્યું છે, મારે સમાજ માટે કંઈક કરી છૂટવું જોઈએ તેવી શુભભાવનાથી માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલા નિષ્ઠાવાન અને સમર્પિત સ્વજનો દ્વારા વિવેકાનંદ યુથ ક્લબ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કાર્યરત છે.
સંસ્થાની અવિરત સેવા પ્રવૃત્તિની નોંધ લઈને રાજ્ય સરકાર દ્વારા પૂજ્ય મોરારીબાપુ અને દિવંગત લોકસેવક પૂજ્ય માનભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં 2001ની સાલમાં રાજ્યના તત્કાલિન ગવર્નર સ્વ. સુંદરસિંહજી ભંડારીના હસ્તે શ્રેષ્ઠ સેવા સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. 2024ના વર્ષમાં રક્તદાન, ચક્ષુદાન પ્રવૃત્તિ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
સંસ્થાની પ્રવૃત્તિને વિસ્તૃત અને વેગવાન બનાવવા માટે પ્રવીણભાઈ ગોસ્વામી, અનુપમભાઈ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, ચેતન મહેતા, જનાર્દન આચાર્ય, ઉપેનભાઈ મોદી, દિનેશભાઈ ગોવાણી, મીતલ ખેતાણી, સુનિલ વોરા, નલિન તન્ના, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, મહેશ જીવરાજાની, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ વ્યાસ, અશ્ર્વિનભાઈ ચૌહાણ, હિરેનભાઈ મહેતા, રમેશ શીશાંગીયા, હસુભાઈ રાચ્છ, ભનુભાઈ રાજ્યગુરુ, ભાસ્કરભાઈ પારેખ, સાવન વાજા, આર. ડી. જાડેજા, અનીલ ધોળકીયા, દક્ષિણભાઈ જોષી, કે. સી. પંડ્યા, દોલતભાઈ ગદેશા, કિશોરભાઈ ટાકોદરા, નૈષધભાઈ વોરા, નયન ગંધા, પારસ મોદી, શરદભાઈ દવે, સંજય મહેતા, રતિભાઈ કક્કડ, ઉર્મિશ વ્યાસ, સુરેશભાઈ બાટવીયા, હિતેશભાઈ ખખ્ખર, ચેતન વોરા, ડો. હાર્દિક દોશી, કેતન મેસવાણી, રવિ ધાનાણી, હરેશ લાખાણી, અનિરૂદ્ધ પાઠક, રાજદીપ શાહ, કોમુ માજી, મિહિર ગોંડલિયા, કમલેશ ટોલિયા, બીપીનભાઈ મહેતા, દિનેશભાઈ મોદી, મહેશભાઈ પરમાર, મનસુખભાઈ રાજાણી, રાહુલભાઈ ગોહેલ, પ્રવીણભાઈ પરસાણા, પ્રવીણ હાપલીયા કાર્યરત છે.