લુંટારૂ સાથેની કડીરૂપી પુરાવાનો નાશ કરનાર અરજદાર મુખ્ય કાવત્રાખોર છે: એડવોકેટ સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી, રાજકોટ, જામનગર એ રીતે ત્રણ જીલ્લાની પોલીસને પડકાર ફેંકનાર રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા પંથકમાં દિનદહાડે, શરાજાહેર, જાહેર રોડ ઉપર લુંટ જોનારનો/ભોગ બનનારનો શ્વાસ થંભી જાય એ પ્રકારે દીલપડક લાઈવ લુંટ કે જેના અમુક અંશો સી.સી.ટી.વી. ફુટેજમાં કેદ થયેલી હોય અને ત્રણ જીલ્લાની પોલીસે નાકાબંધી કરવા છતા તેજ અરશામાં હાથ ન લાગનાર લુંટારૂએ બે નંબર પ્લેટ વગરની કારોમાં ધોકા, પાઈપ, છરી તથા મરચાની ભુકી હથીયારો ધારણ કરી ટીટેનીયમ નામની આંગડીયા પેઢીની કારને ઠોકરો મારી હથીયારો વડે ભાંગતોડ કરી રૂા.90,00,000/- ની લુંટ કરનાર આરોપીઓને ટીપ્સ આપનાર, આશરો આપનાર, કાવત્રુ ઘડનાર મુખ્ય કાવત્રાખોર ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના દીગ્વીજય અમરશીભાઈ ઢેઢીએ જેલમુકત થવા કરેલ જામીન અરજી મોરબીના એડી. સેશન્સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકકીત જોઈએ તો આ કામના ફરીયાદી તથા ડ્રાઈવર સાહેદ પોતાની કાર લઈને પોતાની આંગડીયા પેઢીના રૂા.90,00,000/- બેંકમાંથી લઈ મોરબી જતા હતા દરમીયાન અજાણ્યા પાંચથી સાત માણસો નંબર પ્લેટ વગરની વાઈટ કલરની પોલો તથા બલેરો કાર લઈ એકસંપ કરી પુર્વયોજીત કાવત્રુ ઘડી સમાન ઈરાદો પાર પાડવા ફરીયાદીની કારનો પીછો કરી કારને ઠોકર મારી આંતરી, રોકી ફરીયાદી તથા સાહેદની કારને લાકડાના ધોકા, પાઈપ, છરી વડે હુમલો કરી, નુકશાન કરી જીવ બચાવવા ભાગનાર ફરીયાદી તથા સાહેદની કાર આગળ જતા આરોપીઓ ધ્વારા ખજુરા હોટલ પાસે આંતરી કારને કાર વડે જોરદાર ટકકર મારી ફરીયાદીની કારને ખજુરા હોટલની ગાર્ડનની રેલીંગ પર ચડાવી દેતા ટાયર ફાટી જતા કાર રોકાઈ જતા આરોપીઓએ કારમાંથી ઉતરી રૂા.90,00,000/- ની દીલપડક લુંટ કરી હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો આચર્યા અન્વયે રાજકોટમાં અંબીકા ટાઉનશીપમાં રહેતા ફરીયાદી નિલેશ મનસુખભાઈ ભાલોડીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વીરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.
ઉપરોકત ગુન્હાના કામે ત્રણ જીલ્લાની પોલીસના નાકાબંધીમાં બીજા દીવસે લુંટ ચલાવનારાઓ પૈકી બે આરોપીઓની થયેલી ધરપકડમાં જેનુ નામ ખુલવા પામેલા તે અરજદાર/આરોપી દીગ્વીજય અમરશીભાઈ ઢેઢીની ધરપકડ થતા જામીન મુક્ત થવા મોરબીની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી તેઓનું એફ.આઈ.આર.માં નામ નહી હોવાનું અને લુંટમાં સામેલ નહી હોવાનું જણાવી જામીન મુકત કરવા કરેલી રજુઆત સામે સરકારપક્ષે ડી.જી.પી. જાની તથા મુળ ફરીયાદપક્ષે એડવોકેટ સુરેશ ફળદુ ધ્વારા એવી રજુઆતો કરવામાં આવેલી કે હાલના અરજદાર મુખ્ય કોન્સ્પીરેટર છે અને જો હાલના અરજદારે કાંઈજ કરેલ ન હોત તો સદર ગુન્હો જ બનવા પામેલો ન હોત.
તમામ પક્ષેની રજુઆતો, ત.ક. અધીકારી ધ્વારા કરવામાં આવેલુ સોગંદનામું, મુળ ફરીયાદીના વાંધા તથા દલીલ અને 2જુ ચુકાદાઓની હકીકતો લક્ષે લેતા દરેક જામીન અરજીમાં કેસના મેરીટસ અને સંજોગોને આધીન જામીન અરજીનો નિર્ણય કરવામાં આવતો હોય છે, જામીન અરજીના તબકકે પુરાવાઓનું મુલ્યાંકન કરવાનું હોતુ નથી માત્ર ગુન્હાના કામે અરજદાર વિરૂધ્ધનો પ્રાઈમાફેસી પુરાવો અને સંડોવણી લક્ષે લેવાની હોય છે, તપાસના કામે કબ્જે કરવામાં આવેલા સી.સી.ટી.વી. ફુટેજ કબ્જે કરવામાં આવ્યા છે, અ2જદા2/આરોપીએ પોતાનો મોબાઈલ તથા ધંધાના સ્થળે આરોપીઓ સાથેની સંડોવણી સબંધેના સી.સી.ટી.વી. ફુટેજ પુરાવાનો નાશ કરેલો છે, ઈન્વેસ્ટીગેશન ચાલુ છે અને નાજુક તબકકામાં છે ગુન્હાના કામે અરજદારનું પ્રથમ દર્શનીય ઈન્વોલમેન્ટ જણાય આવે છે, સમગ્ર હકીકતો અને સંજોગો ઉપરાંત ગુન્હાની સર્વેદનશીલતા અને ગ્રેવીટી સાથે લક્ષમાં લેતા અરજદારે ગુન્હામાં ભજવેલ ભાગ લક્ષે લેતા અરજદારની તરફેણમાં વિવેક બુધ્ધિ સતાનો ઉપયોગ કરવો મુનાસીફ નહી હોવાનું માની મુખ્ય કાવત્રાખોર દીગ્વીજય ઢેઢીની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોકત કામના મુળ ફરીયાદી નિલેશ ભાલોડી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સરકારપક્ષે મોરબીના જીલ્લા સરકારી વકીલ વી.સી. જાનીરોકાયેલા હતા.