ખાસ-ખબર ન્યૂઝ રાજુલા,
રાજુલાના તાલુકાના ધારાનોનેસ ગામના રવીરાજભાઇ ભવનુભાઇ ધાખડા જેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતાં. રવીરાજભાઇને કેન્સરની સારવાર દરમિયાન દિલ્હી હોસ્પિટલ ખાતે તેમનું મોત નિપજ્યુ હતું. ત્યારે જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી દેશની સેવા કરેલ વીર શહીદ જવાન રવીરાજભાઇના પરીવારજનોને ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર તથા મિત્રમંડળ દ્વારા રૂપિયા 75,000 હજાર સેવા અર્થે અર્પણ કરીને સાંત્વના પાઠવી હતી.