50 હજાર ભક્તોએ આરતી તેમજ દર્શનનો લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહે2માં ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્ર્વર ચોક’માં સતત સાતમાં વર્ષે ગણપતિના આયોજન દરમિયાન ગઈકાલે તા. 20-9-2023 ના રોજ સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના દરેક સભ્યના માતા પિતા ધર્મપત્ની તેમજ બાળકો દ્વારા મહાઆ2તી ક2વામાં આવેલી હતી. દર વર્ષની ભવ્યાતિત સફળતા તેમજ દરેક વર્ષે નવુ જ કંઈક આયોજન કરી છુટવા સાથે સભ્યોએ મહેનત કરી તે માત્ર સ્થાપનાના બીજા જ દિવસે સર્વેશ્ર્વર ચોકમાં ભકતોનું પૂર આવ્યુ હોય 45થી 50 હજાર ભક્તોએ મહાઆરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો. તથા રાત્રે લુણસ2ના ગુરૂજી દિનેશજી રાવલ પણ પધાર્યા હતા તથા તેમણે પણ દર્શનનો લાભ લીધો હતો.
- Advertisement -
લોકોએ સાયબર ક્રાઈમથી બચવું: ડી.એમ.હરીપરા
સર્વેશ્ર્વર ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં દર્શનાર્થે પધારેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ.હરીપરાએ જણાવ્યું હતું કે, લોકોએ સાયબર ફ્રોડથી બચવું જોઈએ. મોબાઈલ પર કોઈપણ પ્રકારની લિન્ક આવે તો ચેતી જવું જરૂરી બને છે અને જો કોઈ સાયબર ફ્રોડનો શિકાર થયો હોય તો ટોલ ફ્રી નં-1930 પર ફરિયાદ લખવી જોઈએ. સાયબર ક્રાઈમ એ આજના આધુનિક જગતની સૌથી મોટી સમસ્યા છે. તેના માટે દરેકે જાગૃત થવું જરૂરી છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત આર.જે.જય પણ સાથે પધાર્યા હતા અને સાયબર ક્રાઈમથી બચવા જણાવ્યું હતું.
- Advertisement -
ધોળકિયા સ્કૂલના બાળકો દ્વારા ગણપતિ તથા રિદ્ધિ-સિદ્ધિની વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું
આ કાર્યક્રમમાં ગણપતિ દાદાના દર્શનાર્થે દરરોજ હજારો ભાવિકો શ્રધ્ધા સાથે ઉમટી રહ્યાં છે અને શનિવારે તો હૈયુ હૈયુ દળાય તેટલી માનવ મેદની દર્શનાર્થે ઉમટી પડતા સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો અને કાર્યકરોને વ્યવસ્થા સાચવવી મુશ્ર્કેલ બની ગઈ હતી.. આ વર્ષ બદ્રીનાથ મંદિર આધારીત થીમ ઉપર ડોમ તૈયાર કરાયો છે. દસ દિવસ દરમિયાન મહા આરતી સાથોસાથ વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો જેવા કે સત્યનારાયણની કથા, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન, ડાન્સ કોમ્પિટીશન સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે આજે સવારે સર્વેશ્ર્વર ચોક કા રાજા મહોત્સવમાં એસ.જી.ધોળકિયા સ્કૂલના બાળકોએ ગણપતિ તથા રિદ્ધિ-સિદ્ધિની વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે આયોજકો દ્વારા બાળકોને નાસ્તા તથા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.