અમેરિકા- મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો મુસાફરો બસો અને માલગાડીમાં સફર કરે છે.
મેક્સિકોમાં શુક્રવારે વેનેજુએલા અને હૈતીના પ્રવાસિઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના ઓક્સાકા અને પડોસી રાજ્ય પ્યૂબ્લાને જોડતા રાજમાર્ગ પર સવારે થઈ.
- Advertisement -
આ બસ દુર્ઘટના મેક્સિકોના પડોસી રાજ્ય પ્યૂબ્લાની બોર્ડરની નજીક સ્થિત ટેપેલમેમે શહેરમાં થઈ. સ્થાનીક અધિકારીઓના નિવેદન અનુસાર બસ દુર્ઘટનામાં કુલ 29 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોની રાષ્ટ્રીય ઈમીગ્રેશન એજન્સીએ જણાવ્યું છે કે બસમાં 55 વિદેશી નાગરીકો સવાર હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોમાં પેરૂના લોકો પણ શામેલ હતા.
Bus crash in Mexico's Oaxaca kills 18
Read @ANI Story | https://t.co/aYDlgw5W2j#Mexico #Oaxaca #accident pic.twitter.com/37S5YPLFck
- Advertisement -
— ANI Digital (@ani_digital) October 6, 2023
બસો અને માલગાડીઓમાં મુસાફરી
અમેરિકા જતા પ્રવાસીઓ સાથે જોડાયેલી આ નવી દુર્ધટના છે. અમેરિકા-મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો પ્રાવસી બસો, ટ્રેલરો અને માલગાડીઓમાં સફર કરે છે.
ગયા રવિવારે ચિયાપાસમાં ક્યૂબાના પ્રવાસીઓને લઈ જતી એક માલવાહક ટ્રક પલટી ખાઈ ગયો હતો. જેમાં 10 ક્યૂબાઈ પ્રવાસીઓના મોત થયા અને 25 ઘાયલ થયા. મેક્સિકન સાષ્ટ્રીય આવ્રજન સંસ્થાનનું કહેવું છે કે બધા મૃત ક્યૂબાઈ પ્રવાસી મહિલાઓ હતી અને તેમાંથી એકની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.