સગીર વિદ્યાર્થીને રીસેસ સમયે માર મારવાનો અને જ્ઞાતિ પ્રત્યે અપમાન કરવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર શહેરમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાઈ છે. શહેરના રહેવાસી એક પિતાએ આપેલી ફરિયાદ મુજબ, તા. 26ના રોજ બપોરે અંદાજે 12:45 થી 1 વાગ્યાના દરમિયાન તેમના સગીર દીકરા સાથે દુવ્ર્યવહાર કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થી રીસેસ સમયે સ્ટેચ્યુ ચોક પાસે રમતો હતો.
ત્યારે શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીને પેટના નીચેના ગુપ્ત ભાગે જોરદાર પાટુ મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોવાનું આક્ષેપ કરાયો છે. આ ઘટનાને પગલે વાંકાનેર સીટી પોલીસ મથકે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.