ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં મુળ દ્વારકા ગામના ત્રણેય સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવેલ જેમકે અન્ય રાજ્યોના કેટલાક બંદરોના માછીમાર ગ્રુપની ફિશિંગ બોર્ડ દ્વારા દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન ફિસિંગ લાઈટ ફિશિંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલ છે તે સામૂહિક નાના માછીમારોના હિત વિરુદ્ધ છે હાલમાં સમગ્ર ગુજરાત અને દેશના દરિયા સીમાના દરિયામાં આવા પ્રકારની રાક્ષસી પદ્ધતિથી થતી ફિશિંગનું પ્રમાણ ખૂબ જ અન્ય રાજ્યના જેમ કે મુંબઈ કેરલા એવા અન્ય રાજ્યના માછીમારો ગુજરાતના દરિયામાં માછીમારી કરવા આવતા હોય એના કારણે સ્થાનિક માછીમારોને નુકશાની જાય છે આ પ્રકારની ગેરકાયદેસર રીતે થતી લાઈટ અને લાઈન ફિશિંગના કારણે માછીમારી વ્યવસાય પર નભતા રાજ્યના લાખો માછીમાર પરિવાર ધંધા રોજગાર વિના થઈ રહ્યા છે. જે બાબતે તાત્કાલિક પગલાં ભરવા આવેદન આપ્યું હતું.
મુળ દ્વારકામાં ગેરકાયદે માછીમારી બંધ કરાવવા આવેદનપત્ર પાઠવ્યું
