GDPના આંકડા રજૂ થતા જ શેર બજાર ઓલટાઇમ હાઇ
છેલ્લા કેટલાક દિવસોથી તૂટક તૂટક ચાલતા શેરબજારમાં આજે રોકેટ તેજી જોવા મળી. શુક્રવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટી-ફિફ્ટી 300 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે.
- Advertisement -
ભારતની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર સામે આવ્યા બાદ ભારતીય શેરબજારમાં પણ રોકેટ તેજી જોવા મળી છે. એ તો જાણીતું જ છે કે છેલ્લા થોડાક દિવસોથી શેરબજારમાં ખાસ તેજી જોવા મળી રહી નહતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તૂટક તૂટક ચાલતું શેરબજાર આજે ઉડી રહ્યું છે.
અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ અને નિફ્ટી-ફિફ્ટી 300 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે. ઓપનિંગ બાદ શેરબજાર લીલા નિશાન પર જોવા મળી રહ્યું હતું. એવામાં, બપોર પડતાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધીને 73,000ની પાર તો નિફ્ટી 300 પોઈન્ટથી વધીને 22,200ની પાર અને બેન્ક નિફ્ટી 800 પોઈન્ટથી વધીને 46,900થી વધુ વધી ગયો છે.
ત્રીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4%ના દરે રહી
- Advertisement -
નોંધનીય છે કે સરકારે વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા. સરકારે કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4%ના દરે રહી છે. અર્થવ્યવસ્થાના આ આંકડા અનુમાન કરતા ઘણા વધારે છે. દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાને કારણે જીડીપીની ગતિ વધુ વધી છે. અગાઉના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.6 ટકા હતો.