વિશ્વમાં ભારે તણાવ અને ટ્રેડ વોરને જોતાં ભારત સહિત અનેક દેશોના શેર બજારમાં ભારે હલચલ જોવા મળી છે. આજે ભારતીય શેર બજારમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા. 21 જાન્યુઆરીએ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો થયો છે. ગઇકાલે પણ સેન્સેકસ 1065 પોઈન્ટ તૂટ્યો હતો. છેલ્લા બે દિવસમાં શેર બજારમાં 2000 પોઈન્ટનો ઘટાડો થયો છે.
અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડ વોર?
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડેન્માર્કના સ્વાયત્ત ક્ષેત્ર ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે વારંવાર ધમકી આપી રહ્યા છે. ગ્રીનલેન્ડ માટે તેઓ હવે યુરોપના જ દેશોને ધમકી આપી રહ્યા છે. અત્યાર સુધી યુરોપના મોટા ભાગના દેશો અમેરિકાના મિત્રો ગણાતા. પરંતુ ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપ અમેરિકાનો વિરોધ કરી રહ્યું છે. ફ્રાંસે તો ખૂલીને ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે તેવી ચેતવણી આપી છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્સામાં આવી યુરોપના 8 દેશો પર ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે.
જોકે ટ્રમ્પની ટેરિફની ધમકી બાદ પણ યુરોપના દેશો હાલ તો નમતું જોખવા તૈયાર નથી. એવામાં અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડ વોરનો ખતરો વધી ગયો છે. જેના કારણે વૈશ્વિક બજારોમાં તેની અસર જોવા મળી રહી છે.
અન્ય કારણો
- Advertisement -
બીજી તરફ ભારતીય રૂપિયાની કિંમત પણ સતત ઘટી રહી છે. ડોલરના મુકાબલે ભારતીયો 91.10ના ઑલ ટાઈમ લો પર છે. કારણે પણ શેર બજારમાં તેની અસર થઈ રહી છે.
ભારત જ નહીં કોરિયા, જાપાન, હોંગકોંગના શેર બજારમાં પણ કડાકો નોંધાયો છે.




