શેરબજારમાં આજે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 6 પોઈન્ટના ઘટાડા સાથે 81,349ના સ્તરે ખુલ્યો. જયારે નિફ્ટીમાં 5 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે, તે 24,840 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં ઘણી સુસ્તી છે. શેરબજારમાં આજે એટલે કે 30 જુલાઈએ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત સપાટ થઈ છે. નિફ્ટીના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં અડધા ટકાથી પણ ઓછી વધઘટ છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકંદરે, આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 954.38 કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં માત્ર રૂ. 954.38 કરોડનો વધારો થયો છે.
- Advertisement -
સેન્સેક્સ 6 પોઈન્ટના ઘટાડા સાથે 81,349ના સ્તરે ખુલ્યો. જયારે નિફ્ટીમાં 5 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે, તે 24,840 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં વધારો અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 22માં વધારો થયો છે, 12માં ઘટાડો થયો છે અને 14માં કોઈ ફેરફાર થયો નથી. સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી 15 ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ વધારો NTPC, પાવર ગ્રીડ અને HULમાં થયો છે. બીજી તરફ બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ અને એલએન્ડટીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
FIIમાં વેચવાલી અને DII એ ખરીદી કરી
એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 0.96% અને હોંગકોંગનો હેંગસેંગ 1.17% ડાઉન છે. જયારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.48% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ 29 જુલાઈના રોજ ₹2,474.54 કરોડના શેરનું વેચાણ કર્યું. આ દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ ₹ 5,665.54 કરોડના શેર ખરીદ્યા. 29 જુલાઈના રોજ યુએસ માર્કેટનો ડાઉ જોન્સ 0.12% ઘટીને 40,539 પર બંધ થયો હતો. NASDAQ 0.071% ના વધારા સાથે 17,370 ના સ્તર પર બંધ થયો. S&P 500 0.081% તેજી રહી.
- Advertisement -
ગઈકાલે ઓલ ટાઈમ હાઈ બનાવીને ઘટ્યું હતું શેરબજાર
અગાઉ ગઈકાલે એટલે કે 29 જુલાઈના રોજ સેન્સેક્સે 81,908ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી અને નિફ્ટીએ 24,999ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. જો કે આ પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ 23 પોઈન્ટના વધારા સાથે 81,355 ના સ્તર પર બંધ થયો. જયારે નિફ્ટીમાં 1 પોઈન્ટનો વધારો થયો હતો, તે 24,836 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 25 વધ્યા અને 25 ઘટ્યા.