સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ 750 પોઈન્ટ તૂટવાની સાથે 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું હતું. સવારે 9.45 મિનિટ પર સેન્સેક્સ 595.21 પોઈન્ટ પડવાની સાથે 66,976.69 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે.
આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિયની અંદર જ 750 પોઈન્ટ સુધી પડ્યું. ત્યાં જ બીજી તરફ નિફ્ટીમાં પણ 100થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો. આ કડાકાના કારણે શેરબજારના રોકાણકારોને ફક્ત 2 જ મિનિટમાં 2.14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં કડાકાનું કારણ વિદેશી બજારોને માનવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ત્યાં જ બીજી તરફ રોકાણકારના નફાવસુલીને પણ એક મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ 67000 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો આવનાર દિવસોમાં સેન્સેક્સ 70 અને નિફ્ટી 21 હજાર પોઈન્ટ પર બેરિયર તોડી શકાય છે. તેના પહેલા નિફ્ટીનો સૌથી મોટો પડકાર 20 હજાર પોઈન્ટના બેરિયરનો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
શેર બજારના બન્ને પ્રમુખ સૂચકાંકોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ સુચકાંક સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ 750 પોઈન્ટ ઘટાડા સાથે 66,822.15 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો હતો. સવારે 9.45 મિનિટ પર સેન્સેક્સ 595.21 પોઈન્ટ ઘટાડા સાથે 66,976.69 પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યો છે.
ત્યાં જ બીજી તરફ નિફ્ટી 50માં પણ મોટો કડાકો આવ્યો છે. આંકડાઓ અનુસાર નિફ્ટી 152 પોઈન્ટના ઘટાડાની સાથે 19,826.40 પોઈન્ટના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે. આજે નિફ્ટી 19,887.40 પોઈન્ટ પર પણ આવ્યો. જો નિફ્ટી રિકવર થાય છે તો આ લેવલ 20 પોઈન્ટ પર આવી શકે છે.