શરૂઆતના બિઝનેસમાં આઈટી સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. LTIMindtree, Apollo Hospitals, Infosys, TCS અને વિપ્રો નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ છે.
નબળા વૈશ્વિક સંકેતોને કારણે, ભારતીય ઇન્ડેક્સ 18 જુલાઈના રોજ નબળો ખુલ્યો હતો અને નિફ્ટી 24,550 ની નીચે ગયો હતો. શેર માર્કેટમાં ગુરુવારે ઘટાડા સાથે ઓપનિંગ થયું છે અને નિફ્ટી 69 પોઈન્ટ્સ નીચે પડીને 24544ના લેવલ પર ઓપન થયું, જયારે સેન્સેક્સ 202 પોઈન્ટ્સ ઘટીને 80514 પોઈન્ટ્સ પર વેપારની શરૂઆત કરી, શરૂઆતના બિઝનેસમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં વધારો દેખાઈ રહ્યો છે.
- Advertisement -
શરૂઆતના બિઝનેસમાં આઈટી સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. લગભગ 1453 શેરમાં વધારો થયો, તો 1081 શેરમાં ઘટાડો થયો છે. LTIMindtree, Apollo Hospitals, Infosys, TCS અને વિપ્રો નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ છે. જ્યારે એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ અને સિપ્લા ટોપ લુઝર છે. નિફ્ટી 50 કમ્પોનન્ટ સ્ટોક્સમાં એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. ઓટો સેક્ટર નબળું છે અને ઘટાડામાં વેપાર કરી રહ્યું છે.
કેન્દ્રીય બજેટ 2024 એ માર્કેટ માટે એક મેગા ઇવેન્ટ છે અને તે પહેલા બજારોમાં અસ્થિરતા જોવા મળી શકે છે. બજારો પહેલેથી જ ઊંચા સ્તરે છે અને પ્રશ્ન એ છે કે જો બજેટ માર્કેટ ફ્રેન્ડલી બહાર આવે છે, તો બજારો કેટલા ઉંચા જઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી નિફ્ટી 24500-24450ના ઝોનમાં છે ત્યાં સુધી તેને આ સ્તરો પર મજબૂત ટેકો મળશે અને બજાર ડિપ્સ પર ખરીદારી રહેશે. જોકે ઉચ્ચ સ્તરેથી પ્રોફિટ બુકિંગની શક્યતા નકારી શકાય તેમ નથી, બજારનું માળખું એવું બની ગયું છે કે તળિયે બહુવિધ સપોર્ટ ઝોન છે.
16 જુલાઈના રોજ કેવું રહ્યું બજારનું વલણ
- Advertisement -
છેલ્લા ટ્રેડિંગ ડે અથવા 16 જુલાઈએ સેન્સેક્સ-નિફ્ટી નજીવા વધારા સાથે બંધ થયા હતા. રિયલ્ટી અને એફએમસીજી શેર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 16 જુલાઈના રોજ સતત ત્રીજા સત્રમાં વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી પર સૌથી વધુ ફાયદો કોલ ઈન્ડિયા, બીપીસીએલ, એચયુએલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ભારતી એરટેલમાં જોવા મળ્યો હતો. જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, ડો.રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, રિયલ્ટી ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. જ્યારે એફએમસીજી, આઈટી, મેટલ અને ટેલિકોમ 0.3-0.9 ટકા વધ્યા હતા. બીજી તરફ મીડિયા ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે પાવર અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકાનો વધારો નોંધાયો હતો.




