વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ કરપડા દ્વારા 53 ઉમેદવારોના સેન્સ લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા, ધ્રાંગધ્રા અને થાનગઢ નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર થતાં જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે થાનગઢ નગરપાલિકાની ચુંટણી લડવા માટે ઈચ્છતા ઉમેદવારો માટે આમ આદમી પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં કુલ 53 ઉમેદવારો દ્વારા આપના સિમ્બોલ પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી જ્યારે સેન્સ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ગત વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ કરપડા દ્વારા સેન્સ લેવાય હતા આ સાથે થાનગઢ નગરપાલિકાની 28 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી પણ દર્શાવી છે.



