વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ ગૌણ સેવા પસંદગી મંડળનો નિર્ણય: વિદ્યાર્થીઓમાં હાશકારો
પ્રાથમિક પરીક્ષા 100 માર્કસની લેવાશે જેના માટે 1 કલાકને 40 મિનિટનો સમય અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ- 3ની પ્રાથમિક પરીક્ષાની નવી તારીખ જાહેર કરતા વિદ્યાર્થીઓમાં હાશકારો અનુભવાયો છે. 25 નવેમ્બરે યોજાનારી પરીક્ષા હવે 15 ડિસેમ્બરને સોમવારે યોજાશે. આ પરીક્ષાનો વિગતવાર કોર્સ 28 ઓક્ટોબરે જાહેર કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષા પાછળ લંબાવાય તેવી માંગણી ઉઠી હતી. જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. પ્રાથમિક પરીક્ષા 100 માર્કસની લેવાશે જેના માટે 1 કલાકને 40 મિનિટનો સમય અપાશે. 100 માર્કસની પરીક્ષામાં જનરલ સ્ટડીઝ, ઈતિહાસ, બંધારણ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગણિત, રિઝનીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસીમાં આ કોર્સના કોચિંગ ચાલી રહ્યા છે.



