-એપ્રિલમાં એક જ મહિનામાં સીનીયર સીટીઝન માટેની યોજનામાં 10,000 કરોડનું રોકાણ
કેન્દ્ર સરકારે સિનીયર સીટીઝનો માટેની નાની બચત યોજનામાં રોકાણ મર્યાદા 15 લાખથી વધારીને 30 લાખ કરી દીધાની સાથે જ આ યોજનામાં રોકાણનુ પ્રમાણ 3 ગણુ વધી ગયુ છે. સામાન્ય રીતે મહિને 3000 કરોડનું રોકાણ થતુ હતું તે એપ્રિલમાં વધીને રૂા.10,000 કરોડને આંબી ગયુ છે.
- Advertisement -
નાણા મંત્રાલયનાં સુત્રોએ કહ્યું કે સીનીયર સીટીઝનોને નાની બચત યોજનામાં 8.2 ટકાનું આકર્ષક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.ત્રણ ત્રણ મહિના વ્યાજ ચુકવણીની જોગવાઈ છે.એપ્રિલથી શરૂ થયેલા નવા નાણા વર્ષથી જ રોકાણ મર્યાદા ડબલ દાખલ કરવામાં આવી છે અને પ્રથમ મહિને જ જંગી રોકાણ ઠલવાતું હોવાનું જણાવ્યું છે.
નેશનલ સ્મોલ શેવીંગ ફંડ હેઠળની આ યોજનાથી પણ સારી મદદ મળી રહી છે. નાણા ખાદ્ય સરભર કરવા ખાસ ઋણની જરૂરીયાત ઓછી થઈ છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં નાની બચતનો 4.71 લાખ કરોડના રોકાણનો ટારગેટ રાખ્યો છે.જે ગત વર્ષનો રિવાઈઝડ ટારગેટ 4.39 લાખ કરોડનો હતો નાની બચત સ્કીમ પાંચ વર્ષની છે. મુદત પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષ વધારાની પણ જોગવાઈ છે. મુદત પૂર્વે પણ ઉપાડ-બંધ કરવાની જોગવાઈ છે.બીજી તરફ મહિલા સન્માન બચત યોજના પણ વહેલીતકે કાર્યાન્વીત કરવા બેંકોને સુચના આપવામાં આવી છે.