વડાપ્રધાન મોદીએ ભારતની પ્રથમ ચીપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચીપ લોન્ચ કરતાં સેમિકોન ઈન્ડિયા 2025ની શરૂઆત
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સેમિકોન ઇન્ડિયા 2025માં પીએમ મોદીને વિક્રમ 32-બીટ પ્રોસેસર રજૂ કર્યું, જેમાં લોન્ચ વાહનો માટે ભારતના પ્રથમ સ્વદેશી માઇક્રોપ્રોસેસર પર પ્રકાશ પાડવામાં આવ્યો. આ કોન્ફરન્સનો હેતુ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધારવાનો છે અને તેમાં વૈશ્વિક સીઈઓ સહિત 20,750 થી વધુ સહભાગીઓ ભાગ લેશે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નિવેદન આપતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે. પીએમ મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઈન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી. ત્યારબાદ સંબોધનમાં ટ્રમ્પના ટેરિફ પર કટાક્ષ કર્યો હતો.
PM મોદીએ અમેરિકાને આપ્યો જવાબ
પીએમ મોદીએ સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું કે, વિશ્વના વિવિધ અર્થતંત્ર અમુક લોકોના આર્થિક સ્વાર્થના કારણે પડકારો અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પડકારો વચ્ચે ભારતે 7.8 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. જે તેના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. આ આંકડા ગતવર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધુ છે. છેલ્લા પાંચ ત્રિમાસિકમાં તે સૌથી વધુ જીડીપી ગ્રોથ છે. અગાઉ માર્ચ ત્રિમાસિક, 2024માં 8.4 ટકા જીડીપી નોંધાયો હતો. આ ગ્રોથ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ, અને કંસ્ટ્રક્શન સહિત તમામ સેક્ટર્સમાં નોંધનીય વિકાસને આભારી છે. આ ગ્રોથનો સિલસિલો ભારતને ઝડપથી ત્રીજી ટોચની ઈકોનોમી બનાવવા તરફ લઈ જઈ રહ્યો છે. હવે દિવસો દૂર નથી જ્યારે વિશ્વ કહેશેઃ ડિઝાઈન્ડ ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયા, અને ટ્રસ્ટેડ બાય ધ વર્લ્ડ…
- Advertisement -
ભારતની પ્રથમ ચીપસેટ
વડાપ્રધાન મોદીએ ભારતની પ્રથમ ચીપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચીપ લોન્ચ કરતાં સેમિકોન ઈન્ડિયા 2025ની શરૂઆત કરી હતી. જેનું કોમર્શિયલ ઉત્પાદન આ વર્ષથી શરૂ થશે. ઈસરોના સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિક્રમ ચીપ તૈયાર કરવામાં આવી છે. જે ભારતની પ્રથમ મેક ઈન ઈન્ડિયા 32 બીટ માઈક્રો પ્રોસેસર છે. આ ચીપ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે અત્યંત જરૂરી હિસ્સો છે. જે ડિવાઈસનું મગજ ગણાય છે.
સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સની શરૂઆત 2022માં થઈ હતી. 2022માં બેંગ્લુરૂ, 2023માં ગાંધીનગર અને 2024માં નોઈડામાં યોજાઈ હતી. હાલ દિલ્હી ખાતે યોજાઈ રહેલી આ કોન્ફરન્સનો ઉદ્દેશ સેમીકંડક્ટર ફેબ્સ, એડવાન્સ્ડ પેકેજિંગ, એઆઈ, રિસર્ચ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરવાનો છે.