-આ પહેલ ટ્રાન્જેકશનની પ્રક્રિયાને સરળ બનાવશે
પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ફ્રાન્સમાં આઇકોનિક એફિલ ટાવર ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં ભારતીય મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી છે અને લખ્યું છે કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાUPIને વૈશ્વિક સ્તરે લઈ જવાના વિઝન તરફ એક પગલું છે.
- Advertisement -
આ સાથે હવે પેરિસમાં એફિલ ટાવર જોવા આવતા પ્રવાસીઓ ભારતના UPI દ્વારા સરળતાથી તેમની ટિકિટ બુક કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય પેટાકંપની NPCI ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ (NIPL), એ પેરિસમાં એફિલ ટાવરથી શરૂ કરીને ફ્રાન્સમાં UPI ચૂકવણીની સ્વીકૃતિને સક્ષમ કરવા માટે ફ્રેન્ચ ઈ-કોમર્સ અને પેમેન્ટ પ્લેટફોર્મ Lyra સાથે ભાગીદારી કરી છે.એફિલ ટાવર જોવા જતા પ્રવાસીઓ UPI દ્વારા ટિકિટ ખરીદી શકશે.
Great to see this- it marks a significant step towards taking UPI global. This is a wonderful example of encouraging digital payments and fostering stronger ties. https://t.co/jf1sTf41c5
— Narendra Modi (@narendramodi) February 2, 2024
- Advertisement -
ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાંNPCIએ જાહેરાત કરી કે એફિલ ટાવરની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ હવે UPI પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. આ પહેલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હતા અને જયપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિને પ્રભાવિત કર્યા હતા.