ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
સ્વ. બેચરભા પરમારની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળા પ્રમાણમાં રક્તદાતાઓ ઉમટ્યા હતા અને રક્તદાન કર્યું હતું. રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક તથા નાથાણી બ્લડ બેન્ક દ્વારા 166 બોટલ બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત શ્રીરામ ધૂનનું સુંદર આયોજન કરાયું હતું જેના મુખ્ય કલાકાર અશોકભાઈ ભાયાણી દ્વારા રામ નામ કે હિરે મોતિ અને વિવિધ ધૂનનું રસપાન કરાવવામાં આવ્યું હતું.
મહારક્તદાન કેમ્પનું દીપ પ્રાગટય સ્વામિનારાયણ મંદિર બીએપીએસના કોઠારી સ્વામીના, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તથા પરમાર પરિવારના વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું તથા સામાજિક અને રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનોમાં ગુજરાત રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, મનહરભાઈ બાબરીયા, ઓમ શાંતિના રેખાદીદી, બેડીપરા રાજપૂત સમાજ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના ટ્રસ્ટી ધીરુભા ડોડીયા તથા બલદેવસિંહ સિંધવ, દોલુભા ડોડીયા, અજીતસિંહ ચૌહાણ, કિશોરસિંહ રાઠોડ, સામતસિંહ ડોડીયા, જીએસટી ઓફિસર જયરાજસિંહ વનાર, અજયસિંહ પરમાર, ભૂપતસિંહ તલાટીયા, વિક્રમસિંહ પરમાર, રમેશસિંહ ચાવડા, ખીમજીભા રાઠોડ, પ્રવિણસિંહ હેરમા, ભાવસિંહ ડોડીયા, ખીમજીભાઈ મકવાણા, બાબુભાઇ માટીયા, ઘનશ્યામભાઈ હેરભા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.