ડી.એચ. વોલીબોલ ગ્રુપ રાજકોટ તરફથી તેમની સાથે જ વોલીબોલ રમતા હતા તેવા મિત્ર સ્વ. હરીશભાઈ પી. વેદ (હરિભાઈ)ની સ્મૃતિમાં તા. 20-4-2024ના રોજ રાત્રિપ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરીને ડી.એચ. વોલીબોલ ગ્રુપ દ્વારા તેમના સાચા મિત્રને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં રાજકોટ શહેરની નવ ટીમ ઉપરાંત બહારગામ (મોરબી, જૂનાગઢ, અજાબ, જામનગર)ની ચાર ટીમ સહિત કુલ 13 ટીમો વચ્ચે હરીફાઈ થઈ હતી. આ ટુર્નામેન્ટના ફાઈનલ વિજેતા રાજકોટની સી.આઈ.ડી.(એ) થઈ હતી અને રનર્સ-અપ તરીકે અજાબની ટીમ આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સહાયરૂપ થનાર દરેકનો તેમજ સ્વ. હરીશભાઈ પી. વેદના કુટુંબીજનો- સગા-સ્નેહી મિત્રોનો ડી.એચ. વોલીબોલ ગ્રુપે આભાર વ્યક્ત કર્યો હતો.



