જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં પ્રથમ સ્ટાફ રેન્ડમાઈઝેશન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટ લોકસભા બેઠક પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કામગીરી માટે સ્ટાફની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ રેન્ડમાઈઝેશનમાં 10,536 સ્ટાફની ચૂંટણી ફરજ માટે પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી એન. કે. મુછારની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા છે, તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે 10,536 સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને વિસ્તારોની ફાળવણી અને ત્રીજા રેન્ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી થતી હોય છે. આ બધી જ પ્રક્રિયા સોફ્ટવેર આધારિત હોય છે.
- Advertisement -
મતદારો આગામી 9 એપ્રિલ સુધી નવા નામ નોંધણી હેતુ ફોર્મ-6 ભરી શકશે
ગુજરાત રાજ્યમાં આગામી તા. 7મી મે-2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજકોટ જિલ્લામાં તા. 16-03-24 સુધીમાં લોકસભા બેઠક વિસ્તાર અનુસાર 10,89,546 પુરુષો અને 10,14,938 સ્ત્રીઓ એમ કુલ- 21,04,519 મતદારો રાજકોટ જિલ્લામાં નોંધાયેલા છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાત્રતા ધરાવતા કોઇ પણ મતદાર ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત ન રહે તથા પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે, જે કોઇ પણ નવા મતદારો નામ નોંધાવવામાં બાકી રહી ગયા હોય તેઓ માટે, મતદાર યાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ-6 આગામી તા.9-4-2024 સુધી ભરી શકાશે, જેના માટે મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા કલેકટર કચેરીમાં રૂબરૂ અરજી આપી શકાશે. આ ઉપરાંત મતદારો ટજ્ઞયિિં ઇંયહાહશક્ષય આા, ટજ્ઞયિિં જયદિશભય ઙજ્ઞિફિંહ (વિિંાંત:// દજ્ઞયિંતિ.યભશ.લજ્ઞદ.શક્ષ) પર પણ ઓનલાઈન અરજી કરી શકે છે. જેથી, રાજકોટ જિલ્લામાં હજુ પણ પોતાનું અને પોતાના પરિવારના પુખ્ત વયના સભ્યોનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી લેવા અને જરૂર જણાયે હજુ પણ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકાશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.