ગત વર્ષે સુરક્ષા ચૂક બાદ સીઆઈએસએફને તૈનાત કરવાના નિર્ણયનો અમલ
દેશમાં લોકશાહીના સૌથી વધુ મહત્વપૂર્ણ પ્રતીક ગણાતી સંસદની સુરક્ષાની જવાબદારી આજથી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સના 3,300થી વધુ જવાનો કરશે.
- Advertisement -
સંસદની સુરક્ષા ફરજમાંથી 1,400 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ સંસદ સંકુલમાં આતંકવાદ વિરોધી અને તોડફોડ વિરોધી સુરક્ષા ફરજો હવે સીઆઈએસએફના જવાનો સંભાળશે. સુત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના પાર્લામેન્ટ ડયુટી ગ્રુપે શુક્રવારે પરિસરમાંથી તેના વાહનો, શસ્ત્રો અને કમાન્ડો સહિત સમગ્ર વહીવટી અને ઓપરેશનલ સ્ટાફ પાછો ખેંચી લીધો હતો. તેના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરેલ રેન્કના અધિકારી કમાન્ડરે સંકુલના તમામ સુરક્ષા પોઈન્ટ્સ સીઆઈએસએફ જુથને સોંપ્યા હતા.
ગયા વર્ષને 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષાના ભંગ પછી સરકારે સીઆરપીએફ પાસેથી સુરક્ષાની જવાબદારીઓ સીઆઈએસએફને સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ પછી મધ્ય દિલ્હીમાં સ્થિત આ સંકુલમાં જૂનરી અને નવી સંસદની ઈમારતો અને સંલગ્ન ઈમારતોની સુરક્ષા માટે કુલ 3,317 સીઆઈએસએફ જવાનોને સામેલ કરવામાં આવી રહ્યા છે. 2001ના સંસદ પર થયેલા આતંકવાદી હુમલા વરસીએ સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. 13 ડિસેમ્ર, 2023ના રોજ શૂન્યકાળ દરમિયાન બે વ્યકિતઓ પબ્લિક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડયા હતા. અને ડબ્બાઓમાંથી પીળો ધુમાડો છોડયો હતો તથા સંસદમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તે દિવસે લગભગ તે જ સમયે સંસદ પરિવારની બહાર અન્ય બે વ્યકિતઓએ સુત્રોચ્ચાર કરતી વખતે ડબ્બાઓમાંથી રંગીન ધુમાડો છાંટયો હતો.
આ ઘટના પછી સંસદ સંકુલની એકંદર સુરક્ષા મુદાઓની તપાસ કરવા અને યોગ્ય ભલામણો કરવા માટે સીઆરપીએફ ડીજીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાઈ હતી. એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે સીઆઈએસએફનું કાઉન્ટર ટેરરિઝમ સિકયોરીટી યુનિટ સોમવાર, 20 મેના રોજ સવારે 6 વાગ્યાથી સંસદ સંકુલનો સંપૂર્ણ સુરક્ષા હવાલો સંભાળશે.