રાજકોટ ST બસપોર્ટ પર વધુ એક વખત સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી ઝળકી
બસપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડની વધતી દાદાગીરીથી મુસાફરો પણ પરેશાન
- Advertisement -
પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતોમાં ગાર્ડ દ્વારા અવાર-નવાર થતી ગાળાગાળી
ગાર્ડે પોલીસને જાણ કરવા બદલે પોતે કાયદો હાથમાં લઇ પ્રોઢને ઢોર માર મારીને ઢસડી બસપોર્ટની બહાર કર્યો.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જઝ બસપોર્ટ પર વધુ એક વખત સિક્યોરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે. બસપોર્ટ પર કેફી પદાર્થ પીધેલી હાલતમાં એક આધેડ નશામાં ફરતો હતો. આથી સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરવા બદલે પોતે કાયદો હાથમાં લઇ પ્રોઢને 11થી 12 લાકડી ફટકારી હતી તો 18 ફડાકા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બસપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડની વધતી દાદાગીરીથી મુસાફરો પણ પરેશાનની ભોગવી રહ્યા છે. પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતોમાં ગાર્ડ દ્વારા અવાર નવાર થતી ગાળાગાળી કરતા હોવાની પણ વાતો બહાર આવી છે. સિક્યોરિટી કંપનીઓના ગાર્ડ બસ પોર્ટ પોતાની માલિકીનું તેવું વર્તન પણ અવાર નવાર થતું હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ આ વાઇરલ વીડિયો ગઇકાલ રાત્રિના 11 વાગ્યા આસપાસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બસપોર્ટમાં પ્રૌઢ સંપૂર્ણ રીતે નશામાં ધૂત થઈ બેશુદ્ધ અવસ્થામાં આવી પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડને જાણ થતાં ત્યાં આવી પોલીસને જાણ કરવાના બદલે પોતે જ કાયદો હાથમાં લઇ એક બાદ એક 18 ફડાકા ઝીક્યાં હતા. આમ છતાં ત્યારબાદ પણ સંતોષ ન થતાં 11થી 12 જેટલી લાકડી સિક્યોરિટી ગાર્ડ દ્વારા ફટકારવામાં આવી હતી.
- Advertisement -
સિક્યોરિટી ગાર્ડ સામે પગલા લેવાશે?
ગઇકાલે બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે અવારનવાર બસપોર્ટ ખાતે સિક્યોરિટી ગાર્ડની દાદાગીરીના સમાચાર સામે આવતા જ હોય છે. ત્યારે વધુ એક વખત સિક્યોરિટી ગાર્ડ જ પોતે કાયદો હાથમાં લઇ જાણે પોતે જ પોલીસ હોય તેમ પ્રૌઢને માર મારતા વીડિયો સામે આવતા જઝ વિભાગ દ્વારા સિક્યુરિટી એજન્સીને તાકીદ કરી કાયદો હાથમા લેનાર ગાર્ડ સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.