કાશ્મીરના શોપિયામાં ગઇ રાત્રે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મળેલી જાણકારી અનુસાર, ઘણા સમય સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળના એક આતંકીને ઠાર માર્યો હતો. આતંકીઓ પ્રતિબંધિક આતંકી સંગઠન TRF ના મેમ્બર હોવાનું સામે આવ્યું છે. જમ્મૂ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આતંકીઓની પાસે ભારે માત્રામાં હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યા છે.
છેલ્લા અઠવાડિયે શ્રીનગરના ઇદગાહમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં J&K પોલીસે એક ઇન્સ્પેક્ટર ઇજાગ્રસ્ત થયો હતો. જમ્મૂ-કાશ્મીર પોલીસે જાણકારી આપી કે ઇદગાહની પાસે આતંકીઓએ ઇન્સ્પેક્ટર મસરૂર અહમદ પર ગોળીબારી કરી. આ હુમલાની જવાબદારી TRF લશ્કરે લીધી હતી.
- Advertisement -
#WATCH | J&K: An encounter broke out between terrorists & security forces in the Kathohalan area of Shopian. One terrorist affiliated with the proscribed terror outfit TRF neutralised: Kashmir Zone Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/4Q6ZIuCrvU
— ANI (@ANI) November 9, 2023
- Advertisement -
લગભગ 15 દિવસ પહેલા સુરક્ષાદળોએ કુપવાડામાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર પછી એડીજીપી કાશ્મારે કહ્યુ હતું કે, કુપવાડા એન્કાઉન્ટર અપડેટ: લશઅકર-એ-તાયબાના ત્રણ અને આતંકીઓને મારવામાં આવ્યા હતા. ઘુસણખોરીની કોશિશ નાકામયાબ થતા ગુસ્સે થયેલી પાકિસ્તાનની સેનાએ ફાયરીંગ કરી, તે ભારતીય જવાનોએ તેમને મુહતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનની સેનાએ અરનિયા અને RS સમગ્ર સેક્ટરમાં 5 પોસ્ટને નિશાન બનાવીને ફાયરીંગ કરી. આમાં એક બીએસએફ જવાન અને 4 સામાન્ય લોકો ઇજાગ્રસ્ત થયા. કુપવાડા માછિલમાં નિયંત્રણ રેખા પર સુરક્ષા દળોના ઓપરેશનના કેટલાક કલાક પછી પાકિસ્તાનના સીને દ્વારા સીઝફાયરિંગનું ઉલ્લંઘન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના અનંતનાગમાં પોલીસે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દુકાનની બાતમી મળી હતી. આતંકી આ સમયે એક સર્કસ કાર્યકર્તાની હત્યામાં કથિત સંલિપ્તતા માટે લોકઅપમાં છે.