ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુપવાડાના મચ્છલ સેક્ટરના બ્લેક ફોરેસ્ટમાં કેટલાક આતંકવાદીઓ પીઓકેથી ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. જે બાદ તેને ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં તે રોકાયો ન હતો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે કુપવાડામાં અહીં મચ્છલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા, જેઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરથી અમારી સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બીજી તરફ આ પહેલા પણ કુપવાડા જિલ્લામાં જ સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા. આ પહેલા સુરક્ષા દળોએ બહરાબાદ હાજિનમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષા દળોએ તેની પાસેથી બે ચાઈનીઝ હેન્ડગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. બાંદીપોરા પોલીસ, 13 છછ અને ઈછઙઋ 45ઇગ બટાલિયન દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ, આ મામલામાં આતંકવાદી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને ઞઅ (ઙ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ 1 જૂનના રોજ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં બે લશ્કર-એ-તૈયબા (કયઝ) આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રેસ્ટિહાર વારીપોરા ગામમાં આતંકવાદીઓની હિલચાલ વિશે ચોક્કસ માહિતીને પગલે સુરક્ષા દળોએ ફ્રેસ્ટિહાર વારીપોરા ચારરસ્તા પર એક મોબાઈલ વ્હીકલ ચેકપોઈન્ટ (ખટઈઙ) સ્થાપિત કરી હતી. આ દરમિયાન ક્રોસિંગ તરફથી આવતા બે શકમંદોએ સુરક્ષાકર્મીઓને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.