અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના ઘરેથી ગોપનીય દસ્તાવેજો જપ્ત થયા છે. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડ દ્વારા સંવેદનશીલ સરકારી દસ્તાવેજોની તપાસ માટે એક ખાસ વકીલ નિયુકત કરાયો છે.
વ્હાઈટ હાઉસનુ કહેવુ છે કે, બાયડેનને ખબર નહોતી કે તે વર્ગીકૃત દસ્તાવેજોમાં શું હતું. વ્હાઈટ હાઉસના પ્રવકતા કારાઈન જીન-પિયારેએ ગુરૂવારે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને ખબર નહોતી કે તેમના ઉપરાષ્ટ્રપતિ કાળના દિવસોના ગોપનીય દસ્તાવેજો વોશીંગ્ટન થિંક ટેન્ક કે વિલમીંગનમાં ઘરમા હતા.
- Advertisement -
Special counsel named to probe classified documents found at Biden's office, home
Read @ANI Story | https://t.co/sF47uD2vEU#US #BidenClassifiedDocuments pic.twitter.com/fGy5Mg2Tf2
— ANI Digital (@ani_digital) January 13, 2023
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગારલેન્ડે ખાનગી કાર્યાલય અને રાષ્ટ્રપતિનાં આવાસોમાં મળી આવેલ વર્ગીકૃત દસ્તાવેજોનાં મુદ્દાની તપાસ માટે એક ખાસ વકીલની નિયુકિતની જાહેરાત કરાઈ છે.એક નિવેદનમાં અમેરીકી ન્યાય વિભાગે કહ્યું હતું કે તપાસ પૂર્વે કરીયર ન્યાય વિભાગ ફરીયાદી અને મેરીલેન્ડ જિલ્લાનાં પૂર્વ અમેરીકી એટર્ની રોબર્ટ હર દ્વારા કરાશે.
અમેરીકી મિડીયાએ જણાવ્યું હતું કે, બાયડનના અંગત વકીલોએ થિંક ટેન્ક કાર્યાલયમાં યુક્રેન, ઈરાન અને યુનાઈટેડ કિંગડમ સંબંધિત 10 વર્ગીકૃત દસ્તાવેજોની ખોજ કરી હતી. ગુરૂવારે વ્હાઈટ હાઉસે પુષ્ટિ કરી હતી કે તેમના વકીલોને વિલમિંગયી, ડેલાવરમાં બાયડનના ઘર અને ખાનગી પુસ્તકાલયમાંથી વર્ગીકૃત દસ્તાવેજોની નાની સંખ્યા મળી છે.