પરિક્રમા સંદર્ભે સાધુ – સંતો સાથે ધાર્મિક સંસ્થાઓની બેઠક મળી
કલેક્ટરની બેઠકમાં સંતો, સાંસદ, MLA સાથે ધાર્મિક સંસ્થાઓ ઉપસ્થિત રાખો: લીલી પરિક્રમાના મુદ્દાસરની રજૂઆત વહીવટી તંત્રને કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ ગરવા ગઢ ગિરનારની આદિ અનાદિ કાળથી લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અને કળયુગમાં સંત અજાભગતે ગિરનાર લીલી પરિક્રમા શરુ કરી હતી પ્રાચીન કાળથી માહાત્મ્ય ધરાવતી ગિરનાર પરિક્રમામાં પ્રતિ વર્ષ 10 થી 15 લાખ પરિક્રમાર્થીઓ ભવે ભવનું પૂર્ણયનું ભાથું બાંધવા સાથે પ્રકૃતિનો આનંદ માણવા દેશ વિદેશથી પધારે છે ત્યારે ભાવિકોની સુખાકારી માટે વહીવટી તંત્ર આગોતરું આયોજન કરે છે ત્યારે ભાવિકોની વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તેના માટે સાધુ – સંતો તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે વેપારી મંડળની એક ખાસ બેઠકનું આયોજન ભવનાથ ખાતે કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ગિરનાર ફરતે 36 કિમિ પગપાળા યોજાતી અતિ કઠિન લીલી પરિક્રમાના અનુસંધાને ભવનાથ વસ્ત્રા પથેશ્વર મહાદેવ મંદિર ખાતે મહેશગીરી બાપુના અધ્યક્ષ સાથે બેઠક મળી હતી જેમાં ભવનાથ ક્ષેત્રના સંતો મહાદેવગીરી બાપુ, ખાખીમઢીના સુખરામ બાપુ સહીત સહીત સાધુ સંતો તેમજ ગિરનાર ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહીત ધાર્મિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પરિક્રમામાં પધારતા ભાવિકોની સુવિધા મુદ્દે ચર્ચા વિચારણા સાથે નિર્ણયો કરવામાં આવ્યા હતા અને તે તમામ મુદ્દે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવશે. આ પરિક્રમાની બેઠકમાં મહેશગીરીબાપુએ જણાવ્યુ કે, પરિક્રમમામાં આવતા લાખો ભાવિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર પૂર્ણ કરે તેવી લાગણી છે. બેઠક પછી પાંચ માંગણીઓના સુચનો લેવામાં આવ્યા છે.
જેમાં તંત્ર સાથેની પરિક્રમાની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ જેમ કે, સાંસદ, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહે સાથે સનાતન વૈદિક હિન્દુ ધર્મને લગતા યોજાતા મેળા અને પરિક્રમામાં વિધર્મીઓનો કોઇ હસ્તક્ષેપ ન હોવો જોઇએ, પરિક્રમા રૂટ કલેકટર હસ્તક આવતો હોય જેથી તમામ સુવિધાઓ ઝડપથી પૂરી થાય તેવી માંગ છે. તેમજ ગિરનારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે તે સારી બાબત છે પરંતુ પ્લાસ્ટિકનો વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે અને જો વૈકલ્પિક વ્યવસ્થા નહી થાય તો અમો તેનો સ્વિકાર નહી કરીએ, તેમજ દર વર્ષે લાખો ભાવિકો આપવતા હોય તેમના માટે શૌચાલયથી લઇને પીવાનું પાણી, રસ્તાનું કામ પૂર્ણ કરવા માંગ કરી છે, કારણ કે, હાલ ભવનાથના તમામ રોડ-રસ્તાઓ અને પરિક્રમા રૂટના સમાકામ કરવા માંગ કરવામાં આવી છે. તેનું ઝડપી સમારકામ કરવા માંગ કરવામાં આવી છે. બેઠકમાં ઉતરા મંડળના ભાવેશ વેકરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 12 નવેમ્બરથી ગિનારની લીલી પરિક્રમાં યોજાવા જઇ રહી છે જેેના અનુસંધાને ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો તેમજ ઉતારા મંડળ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં ભાવિકોને સુખરૂપ સુવિધા મળે અને શાંતિપૂર્ણ રીતે પરિક્રમાં કરી શકે તેના માટે સંતો મહંતો અને સામાજીક સંસ્થાઓએ તૈયારી શરૂ કરી છે. જેમાં રોડ, રસ્તા, પાણી આરોગ્ય સાથેની તમામ સુવિધા મુદ્દે ઘટતુ કરવા એક ખાસ આયોજન કરવામાં આવ્યુ છે અને આ તમામ બાબતે જૂનાગઢ જિલ્લા કલેકટરને મુદાસર પરિપત્ર તૈયાર કરેલ તેની તમામ રજૂઆતો કરવામાં આવશે અને આગામી સમયમાં પરિક્રમાની મળનાર બેઠકમાં તમામ મુદે વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ રજૂઆત કરાશે અને પરિક્રમામાં આવતા ભાવિકો સુખરૂપ પરિક્રમાં પૂર્ણ કરે તેવા આસયથી સંતો મેદાનમાં આવ્યા છે.



