મોરબી મનપાના સ્ટાફ દ્વારા ત્વરીત પાણી નિકાલ કામગીરી હાથ ધરાઇ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
આજે સવારે 08:00 થી બપોરના 01:00 સુધી શહેરમાં 48 મી.મી. વરસાદ નોંધાયો. જેના કારણે રાજેશ સાયકલ, લુહાણા પરા, કમલા પાર્ક, ગુ.હા.બોર્ડ-મોરબી-2, પંચાસર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા.
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા જઠખ શાખા, ડ્રેનેજ શાખા અને સિટી બ્યુટીફીકેશન શાખાના સ્ટાફ સાથે જરૂરી વાહનો અને મશીનરી મંજુર કરી, પાણી નિકાલ કાર્ય ત્વરીત શરૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનરે સાઈટ વિઝીટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું. પાણી ભરાયેલા તમામ વિસ્તારોનું નિરાકરણ સાંજ સુધી અને રાત્રિ દરમિયાન સફાઈ કામગીરી પૂર્ણ કરાશે.