ચૂંટાયેલ સભ્યે મનપા કર્મીને કુંડ સાફ કરવા કેહતા વાતને નજર અંદાજ કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના કાળવાચોક નજીક આવેલ શીતળા માતાજી મંદિર બાજુમાં આવેલ કુંડમાં ડોહળા પાણીને લીધે સેકડો માછલાંના મોત થતા જીવદયા પ્રેમીમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા હિતેન્દ્રભાઈ ઉદાણી ત્યાં પોહચી ગયા હતા અને મનપાના સ્ટાફને કુંડ સાફ કરવા રજૂઆત કરી હતી પરંતુ કુંડ સાફ કરવા મુદ્દે મનપા કર્મચારીઓ એકબીજાને ખો આપતા રહ્યા હતા જયારે મહાનગર પાલિકાના કર્મચારીઓનો વધુ એક અણધડ વહીવટ જોવા મળ્યો હતો.અને અંતે મનપા સભ્ય તેમજ સ્થાનિક લોકોએ મૃત માછલાંને બહાર કાઢ્યા હતા.