પાંચ દાયકાની મહેનત રંગ લાવી: નવું બ્લડ ગ્રુપ ગંભીર રોગોની સારવારમાં મદદરૂપ થશે: દુર્લભ બ્લડ ગ્રુપવાળા લોકોને આ નવા ગ્રુપથી ફાયદો
યુકેની સંસ્થા એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના વૈજ્ઞાનિકોએ એક નવા રકત સમુહ (બ્લડ ગ્રુપની) શોધ કરી છે. જે અનેક ગંભીર બિમારીઓથી લોકોને બચાવવામાં મદદગાર સાબિત થશે.
- Advertisement -
આ નવા રકત સમુહને એમએએલ નામ આપવામાં આવ્યું છે. જેની ખોજ 1972માં પહેલીવાર એએનડબલ્યુ જે બ્લડ ગ્રુપ એન્ટીજનથી શરૂ થઈ હતી. લગભગ 50 વર્ષ બાદ હવે તેમાં સફળતા મળી છે. સંશોધન કરનાર એક વૈજ્ઞાનિકે તેને દુર્લભ બતાવ્યું છે. બ્રિસ્ટલ યુનિવર્સીટીએ પણ આ કામમાં વૈજ્ઞાનિકોને મદદ કરી છે. ખરેખર તો દરેક માણસના શરીરમાં અલગ અલગ ચાર પ્રકારનાં બ્લડ ગ્રુપ મળે છે હવે વૈજ્ઞાનિકોએ પાંચમા બ્લડ ગ્રુપની શોધ કરી લીધી છે. આ નવા અને દુર્લભ ગ્રુપનાં રકતની જાણકારી તો વૈજ્ઞાનિકોને 1972 થી જ હતી પણ માણસો માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેના પર સંશોધન થઈ રહ્યું હતું તેના સકારાત્મક પરિણામો
આવ્યા છે.
આ રીતે કરાઈ ઓળખ:
સંશોધનમાં લાગેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક લુઈસ ટિલ્લેએ એક જેનેટીક ટેસ્ટ વિકસીત કર્યો છે જે એએનડબલ્યુ જે એન્ટીજન વગરના દર્દીઓની ઓળખ કરી શકે. આથી તેમના માટે રકતદાતાઓનો પતો મેળવવો સરળ થઈ જશે.ખરેખર તો એએનડબલ્યુજે એન્ટીજન એક ખાસ બોડી છે. જેને વિદેશી એન્ટી બોડી પણ કહે છે. શરીરમાં તેની કમીનાં કારણે માણસની રોગો સામે લડવાની ક્ષમતાને અસર થાય છે. હવે એમએએલ બ્લડ ગ્રુપની શોધની સાથે જ આવા લોકોની ઓળખ કરવામાં સરળતા રહેશે. જેમના શરીરમાં એએનડબલ્યુ જે એન્ટીજનની કમી હોય છે.
દુર્લભ બ્લડ ગ્રુપવાળાઓને ફાયદો:
વૈજ્ઞાનિકોનાં અનુસાર આ ગ્રુપનું રકત એ દર્દીઓ માટે ફાયદેમંદ રહેશે. જેમનું બ્લડ ગ્રુપ દુર્લભ હોય છે. તેમનો ઈલાજ આથી સરળ બનશે અને ખાસ આવા દર્દીઓ માટે સરળતાથી દવાઓ પણ તૈયાર કરી શકાશે.આ સિવાય એ પણ સંભાળવા દર્શાવાયા છે કે આ શોધ બાદ બ્લડ ટ્રાન્સફયુઝન વધુ સુરક્ષિત રીતે થઈ શકશે.રકતદાનમાં વધારાની પણ આશા છે.
- Advertisement -
અત્યાર સુધી આ બ્લડ ગ્રુપ દુર્લભ મનાતું હતું:
જે ગ્રુપનું રકત એક હજાર લોકોમાંથી એક કે એનાથી પણ ઓછી દરે મળી આવે છે તેને દુર્લભ બ્લડ ગ્રુપ કહેવાય છે. નવી શોધ પહેલા સામાન્ય રીતે બી નેગેટીવ અને એબી નેગેટીવ બ્લડ ગ્રુપને દુર્લભ માનવામાં આવતુ હતું.બી નેગેટીવ સમુહ કુલ રકતદાતાઓમાંથી માત્ર બે ટકામાં મળી આવે છે.જયારે એબી નેગેટીવસ તો માત્ર એક ટકા રકતદાતાઓમાં મળે છે.