શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલારમથીએ જ આપ્યો હતો અવાજ, કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ISROના વૈજ્ઞાનિક વલારમથીનું અવસાન થયું છે. વાત જાણે એમ છે કે, હ્રદય બંધ થવાને કારણે તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલારમથીએ જ પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું છેલ્લું કાઉન્ટડાઉન તાજેતરમાં આપવામાં આવ્યું હતું જ્યારે દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
The voice of Valarmathi Madam will not be there for the countdowns of future missions of ISRO from Sriharikotta. Chandrayan 3 was her final countdown announcement. An unexpected demise . Feel so sad.Pranams! pic.twitter.com/T9cMQkLU6J
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 3, 2023
- Advertisement -
ISROની દરેક સફળતાની ભારત ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઈસરો તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. ઈસરોના તમામ પ્રક્ષેપણના કાઉન્ટડાઉન દરમિયાન જે અવાજ સંભળાયો તે વલારમથીનો હતો. પરંતુ હવે આ અવાજ ફરીથી સંભળવા નહી મળે.
ચંદ્રયાન-3માં અવાજ આપનાર વૈજ્ઞાનિકનું નિધન
વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-3 હતું, જે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની વતની વલારમથીએ શનિવારે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
The voice of Valarmathi Madam, Chandrayan 3 was her final countdown announcement. An unexpected demise . Feel so sad. pic.twitter.com/zQFIIZIj84
— Deepak Tirkey🇮🇳 (@Deepaktirkey09) September 4, 2023
ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.વી. વેંકટકૃષ્ણને ટ્વિટ કરીને વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું છે કે શ્રીહરિકોટામાં ઈસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-3 તેમની અંતિમ જાહેરાત હતી. આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
દેશવાસીઓ સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિક વલારમથીને યાદ કરી રહ્યા છે અને ઈસરોમાં તેમના યોગદાનને સલામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના અવાજની પ્રશંસા કરી રહી છે અને દરેક સાથે કનેક્શન કેવી રીતે બન્યું તે વિશે લખી રહ્યું છે.