રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લાગ્યું કૌભાંડોનું ગ્રહણ
શાળા નં. 85 કુમાર અને શાળા નં. 86 ક્ધયા હતી, તેમ છતાં શાળા નં.85ના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડ શિક્ષક મંડળનો હોદેદાર હોવાથી અને વિક્રમ પુજારાના નિકટ હોય તેને ફ્રી રાખવા માટે શાળા નં.86ને શાળા નં.85માં મર્જ કરી દેવામાં આવી
- Advertisement -
આર્થિક બાબતોમાં જ રસરુચિ ધરાવતા વિક્રમ પુજારાને શિક્ષણ સમિતિની જગ્યાએ બાંધકામ શાખાના ચેરમેન બનાવવા જોઈએ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દરરોજ અવનવા આર્થિક કૌભાંડો, વહીવટી ગોટાળાઓ અને સત્તાધીશોની મનમાનીઓના મામલા તેમજ વાહલાદવલાની નીતિના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જાણે ચેરમેન વિક્રમ પુજારાએ ચેરમેન તરીકે શિક્ષણ સમિતિમાં સૌથી વધુ ભ્રષ્ટ વહિવટનો વિક્રમ પોતાના નામે કરવાનું નક્કી કરી લીધું છે.
- Advertisement -
હાલમાં જાણવા મળતી માહિતી મુજબ શિક્ષણ સમિતિની શાળામાં બે પાળીઓ કરવાની મનાઈ હોવા છતાં વિક્રમ પુજારાના માનીતા શિક્ષકોને નિયમો નેવે મૂકી બે પાળીમાં શાળા ચલાવવાની છૂટ દેવામાં આવે છે. આ કારણોસર કેટલાક શિક્ષકોને ખાનગી વેપારધંધો કરવાની તક પણ મળી રહે છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગની સૂચના મુજબ કુમાર અને ક્ધયા અલગઅલગ શાળામાં ચલાવવાની મનાઈ છે તો પણ શિક્ષણ સમિતિની શાળામાં વિક્રમ પુજારાના નજીક ગણાતા શિક્ષકોને સાચવવા કુમાર અને ક્ધયા અલગઅલગ શાળા ચલાવવામાં આવે છે.
નોંધનીય છે કે, શાળા નં. 85 કુમાર અને શાળા નં. 86 ક્ધયા હતી. તેમ છતાં શાળા નં. 85ના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડ શિક્ષક મંડળનો હોદેદાર હોવાથી અને વિક્રમ પુજારાના નિકટ હોય તેને ફ્રી રાખવા માટે શાળા નં. 86ને શાળા નં. 85માં મર્જ કરી દેવામાં આવી. આ શાળાઓની થોડા અંતરે આવેલી શાળા નં. 82 ક્ધયા અને શાળા નં. 83 કુમાર છે જેને અલગઅલગ ચલાવવામાં આવે છે. તો પછી આ શાળાઓને શાળા નં. 85 અને 86ની જેમ મર્જ કરવામાં કેમ આવતી નથી?
દિવા જેટલું સ્પષ્ટ છે કે, ચેરમેન પુજારા પોતાના સ્વાર્થ માટે શિક્ષણના બધા નિયમો નેવે મૂકી અંગત લોકોને સાચવી રહ્યા છે અને પોતાના મુખ્ય બાંધકામલક્ષી કામ પૂરા પાડવામાં રચ્યાપચ્યા રહે છે. આવા અનેક ભેદભાવ અને આર્થિક બાબતોમાં જ રસરુચિ ધરાવતા વિક્રમ પુજારાને શિક્ષણ સમિતિની જગ્યાએ બાંધકામ શાખાના ચેરમેન બનાવવા જોઈએ એવી માંગ ઉઠી છે.
પુજારા અને સદાદિયાના અંગત હિતેશ રાઠોડ ફરજ પર હાજર ન રહે તો પણ વાંધો નહીં!
શાળા નં. 85ના પ્રિન્સિપાલ હિતેશ રાઠોડ અને લક્ષ્મી નારાયણ શાળાના પ્રિન્સિપાલ વિજય કુંભારવાડીયા ફરજ પર હાજર રહેતા નથી. પોતપોતાની શાળાઓ રેઢિ મૂકી શિક્ષણ સમિતિ ઓફિસમાં પડ્યાપાથર્યા રહે છે. આ કામચોર શિક્ષકોએ ઓનલાઇન પગાર કામગીરીમાં છે એવો ઓર્ડર કઢાવી લીધો છે અને આ બંને શિક્ષક મંડળના હોદ્દેદારો હોય પોતાની ફરજ નિભાવતા નથી. તેવી જ રીતે કેટલાક શિક્ષકો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે તેમ કહી 20ઇની શાળામાં જે ચૂંટણી ઓફિસ બનાવેલી છે તેમાં આરામ કરતા રહે છે, ચૂંટણી કામગીરી ઓર્ડર કઢાવી કોઈ દિવસ સ્કૂલ પર જતા જ નથી. ચેરમેન વિક્રમ પુજારા અને તેમના સાથીદાર દિનેશ સદાદિયાને પસંદ હોય એવા હિતેશ જેવા અસંખ્ય શિક્ષકો ફરજ પર હાજર રહેતા નથી અને વિદ્યાર્થીઓને ભણાવતા નથી છતાં કોઈ પગલાં લેવાતા નથી. પરિણામે ઈમાનદાર શિક્ષકો ખચવાટ સાથે અન્યાયની ભાવના અનુભવે છે.