રાજકોટનાં પાળ પાસે આવેલી સર્વોદય CBSE સ્કૂલનાં પ્રિન્સિપાલ ડૉ. નિતેશ જાદવની ઉઘાડી દાદાગીરી શિક્ષણ ક્ષેત્રે ફી બાબતે ખાનગી શાળાનાં સંચાલકો કેટલી હદે દાદાગીરી કરે છે અને મનફાવે તેવાં નિર્ણયો લે છે, એ બાબતનો ઘટસ્ફોટ કરતો વધુ એક કિસ્સો આજે સામે આવ્યો છે.
આ શાળામાં પાંચમા ધોરણમાં ભણતાં એક વિદ્યાર્થીને શાળાએ સરકારનાં આદેશની ઉપરવટ જઈને પણ માસ પ્રમોશન આપ્યું નથી અને પાંચમા ધોરણ પાંચમાં તેને નાપાસ કર્યો છે.
- Advertisement -
રાજકોટનાં રહેવાસી ક્રિપાલ સોલંકીનો પુત્ર સર્વોદય સ્કૂલ-પાળમાં પાંચમા ધોરણમાં હતો. આર્થિક કારણોસર તેનાં પિતા 2019માં ફી ભરી શક્યા ન હતાં, 2020ની ફી કોરોનાને કારણે ન ભરતાં તેમનાં પુત્રનાં ઑનલાઈન કલાસીસ સ્કૂલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતાં અને માત્ર આ વિદ્યાર્થીને જ પરીક્ષામાંથી બાકાત રખાયો હતો. સરકારી આદેશ મુજબ બાળકને માસ પ્રમોશનનો લાભ મળવો જોઈતો હતો. પરંતુ સ્કૂલ હવે તેને પાસ કરવા વાલીને 1,14,000 એકસાથે ભરવાની શરત મૂકે છે. શિક્ષણ જગતને કલંકિત કરતાં આ કિસ્સામાં શિક્ષણાધિકારીએ હસ્તક્ષેપ કરવો જરૂરી બની ગયો છે.
‘ફી આપો તો ગેરકાયદે પાસ કરાવી આપું!’
- Advertisement -
રાજકોટનાં પાળ પાસે આવેલી સર્વોદય CBSE સ્કૂલનાં પ્રિન્સિપાલ જાદવની ઉઘાડી દાદાગીરી
વાલી પાસે અનેક ઑડિયો ક્લિપ: પ્રિન્સિપાલ જાદવની બેશરમી સામે આવી
પ્રિન્સિપાલ નિતેશ જાદવ સાથે વાલી ક્રિપાલ સોલંકીએ ફોનમાં અનેક વખત વાત કરી હતી. તેમણે જાદવને 20-20 હજારનાં પોસ્ટ ડેટેડ ચેક આપવાની તૈયારી પણ દર્શાવી હતી પરંતુ પ્રિન્સિપાલે જીદ્દ પકડી રાખી હતી અને જણાવ્યું હતું કે, ‘આખી ફી ભરશો તો જ અમે ઈલીલગી (ગેરકાયદે) બાળકને પાસ કરી દઈશું’ આને દાદાગીરી નહીં તો બીજું શું કહીશું?
વાલીઓ માટે સ્કૂલ સંચાલક ભરત ગાજીપરાનાં તો દર્શન જ દુર્લભ
બાળકનાં માતા-પિતા આ સંદર્ભે સ્કૂલનાં કર્તાહર્તા ભરત ગાજીપરાને મળવા અનેક વખત ઙઉખ કેમ્પસમાં આવેલી તેમની ઑફિસે ગયાં હતાં. પરંતુ રિસેપ્શન એરીયાથી તેઓ આગળ વધી શક્યા ન હતાં. રિસેપ્શનિસ્ટે તેમને જણાવ્યું હતું કે, ‘ગાજીપરા સાહેબ ફી બાબતે કોઈ વાલીને મળતાં નથી અને મળવું જ હોય તો અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે!’ આમ, પોતાની જ શાળાનાં વાલીઓ માટે ગાજીપરાનાં દર્શન દુર્લભ છે.