મેંદરડા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવા અભિગમ સાથે શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો જેમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓને પરિણામ કે માર્ક્સ પર મૂલ્યાંકન કરવાંને બદલે તમામ 274 બાળકોને શિલ્ડથી સન્માનિત કરાયેલ હતા..સાથે સાથે આ કાર્યક્રમ પદ્મશ્રી વિજેતા તેમજ શ્રેષ્ઠ વક્તા અને હાસ્ય કલાકાર ર્ડો.જગદીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા અને બાળકોને માર્ગદર્શન આપેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમ્મર ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમના ઉદઘાટક તરીકે નિવૃત પ્રાચાર્ય કાચા ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં મેંદરડા શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહીને સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
મેંદરડામાં શાળાનો વાર્ષિકોત્સવ: પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

Follow US
Find US on Social Medias