આ સમગ્ર કૌભાંડમાં સ્થાનિક SITની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમુક તપાસ એજન્સીઓ પણ જોડાઈ તેવી સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની રાણા બોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષથી ચાલી રહેલા “એકતરફી શાસન” અને સરકારી ગ્રાન્ટોના દુરુપયોગ અંગે ગંભીર કૌભાંડની શક્યતા સેવાઈ રહી છે. આ મામલે ફરિયાદ મળતા જ પોરબંદર જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ની રચના કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 14મા, 15મા અને 16મા નાણાપંચ, તેમજ ગટરલાઇન, પાણી, રોડ, પેવર બ્લોક અને પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. આ વિકાસ કાર્યો દરમિયાન રજૂ કરાયેલા બિલોમાં નકલી પેઢીઓ બનાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.
વ્યક્તિગત લાભ માટે જિલ્લા પંચાયત નાગરિક ગ્રાન્ટ, જિલ્લા આયોજન બોર્ડ, ઉખઋ ગ્રાન્ટ, સ્વચ્છતા અભિયાન ગ્રાન્ટ, ઓક્ટ્રોય ગ્રાન્ટ, પર્ફોર્મન્સ ગ્રાન્ટ, ગ્રામ સભા ગ્રાન્ટ, અઝટઝ ગ્રાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, ગ્રામ સડક યોજના અને સમરસ ગામ યોજના, જ્યોતિ ગ્રામ યોજના સહિતની અનેક સરકારી યોજનાઓના ભંડોળનો પણ દુરુપયોગ થયો હોવાનું જણાવાયું છે. મનરેગા કૌભાંડના તાર પણ આ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે છેલ્લા 25 વર્ષમાં, સરપંચે પોતાના અંગત સંબંધીઓ માટે ગેરકાયદેસર રીતે નકલી પેઢીઓ અને દસ્તાવેજો બનાવીને સરકારના વિકાસ કાર્યો માટે મળેલા લાભોનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કર્યો છે, જેનાથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે.
ફરિયાદી અને ’મિશન માતૃભૂમિ’ નામના સંગઠને આ મામલે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ’મિશન માતૃભૂમિ’ છેલ્લા બે વર્ષથી રાણા બોરડી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર અંગે પુરાવા એકત્ર કરી રહી હતી અને પાંચ સભ્યોની ટીમ બનાવીને ઝીણવટભરી તપાસ ચલાવી રહી હતી. તેમણે જણાવ્યું છે કે સરકારી ગ્રાન્ટના અભ્યાસ બાદ જ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
ફરિયાદીઓએ ચેતવણી આપી છે કે જો સ્થાનિક તંત્ર દ્વારા તપાસમાં કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે, કારણ કે આ કૌભાંડ મોટા પાયે થયું છે. તેઓ કોઈપણ પ્રકારની કચાસ કે બેદરકારી સહન નહીં કરે અને જરૂર પડ્યે સહાયક પુરાવા સાથે આગળ વધવા પણ તૈયાર છે. ’મિશન માતૃભૂમિ’ એ સરકારને આ તપાસમાં જરૂર જણાય ત્યાં સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવી છે. જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરે પણ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા છે.
SITની રચના અને તપાસના આદેશ
એચ.એ. ત્રિવેદી: જિલ્લા ખેતીવાડી અધિકારી
જે.જી. પટેલ: હિસાબી અધિકારી
ડી.એસ. ડામોર: કાર્યપાલક ઇજનેર
પી.બી. સિંગરખીયા: કાર્યપાલક ઇજનેર, બાંધકામ શાખા
જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યા છે કે તપાસમાં કોઈ કચાસ ન રહે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ થાય.