વાંકાનેરના જાલી ગામે નજીક ચાલતાં કોલસા ભેળસેળમાં કરોડોની કમાણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નીકળતો ગેરકાયદેસર કોલસામાં પણ વધુ એક કૌભાડ સામે આવ્યું છે. જેમાં આ ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવવા માટે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે કોલસાનું ભેળસેળ કરી કરોડોનું ખેલ પાડવામાં આવે છે. આ આખાય કૌભાંડનો “ખાસ ખબર” દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. જેમાં થાનગઢ પંથકના સોનગઢ ગામે ખારા સીમ વિસ્તારમાં માલિકીની જમીન પર કોલસાની ઓપન કટીંગ ખાણ ચલાવાય છે. આ જમીન માલિકીની તો છે પરંતુ અહીં કોઈપણ મંજૂરી નહીં હોવાના લીધે આ ખનન ગેરકાયદેસર ગણાય છે. સોનગઢના ખારા સીમ વિસ્તારમાં લગભગ પાંચ જેટલી ઓપન કટીંગ ખાણો ધમધમી રહી છે. જે તમામ ખાણોમાંથી નીકળતો કોલસો વાહનો મારફતે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે લઈ જવામાં આવે છે અહી જાલી ગામ નજીક એક આખી કંપની ઉભી કરવામાં આવી છે જેમાં થાનગઢથી આવતો કોલસાને પ્રથમ તો નાના ટુકડા કરી પેટકોક કોલસાની માફક દેખાય તે પ્રકારની કામગીરી થાય છે આ તરફ મુન્દ્રા પોર્ટ પરથી આવતા પેટકોક કોલસાના વાહનોને અહીં બોલાવી લેવામાં આવે છે જેમાં પેટકોક કોલસો લઈને નીકળતા વાહન ચાલકો સાથે સામાન્ય રૂપિયામાં સેટિંગ કરી આ તમામ વાહનોને વાંકાનેર સ્થિત કારખાનામાં રાખવી તેમાંથી અડધો અડધ પેટકોક કોલસો ઉતારી લેવામાં આવે છે અને તેના બદલે થાનગઢના ગેરકાયદે કોલસો ભરી મોકલી દેવા આવે છે. આ પ્રકારે પેટકોક કોલસામાં ભેળસેળ કરવાના કૌભાંડનો અગાઉ પણ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા પર્દાફાસ કરાયો હતો પરંતુ અહીં ઇસમેં.સી ટીમ મૂળ સુધી પહોંચી શકી નથી ત્યારે આ પ્રકારે જ વાંકાનેર ખાતે ચાલતા કૌભાંડમાં દરરોજ લાખો નહિ કરોડો રૂપિયાનો ભેળસેળ થઈ રહ્યું છે જોકે ખુલ્લેઆમ ચાલતા કોલસા ભેળસેળ કૌભાડ અંગે વાંકાનેર પોલીસ, મોરબી જિલ્લા પોલીસની મહત્વની બ્રાન્ચ અથવા ખનિજ વિભાગને જાણ નથી કે પછી જાણ હોવા છતાં અજાણ બનવાનું નાટક થઈ રહ્યું છે ?