જૂના 7/12 અને મેન્યુઅલ 7/12 વચ્ચે જમીનમાં ધરખમ વધારો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લાના અનેક પ્રકારના જમીન કૌભાંડ સામે આવે છે જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકમાં ખાતેદાર બનવાથી માંડીને જમીન વધારવી દેવા સુધીના કૌભાંડો પાર પાડવામાં આવે છે જ્યારે આ દરેક કૌભાંડ સ્થાનિક અધિકારીઓની દીર્ઘદ્રષિ સુવે પર પડવા લગભગ અશક્ય છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે વધુ એક ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ વધી જવાનો કિસ્સો સામે આવ્યો છે આ ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ એકર નહીં હેક્ટર જેટલું વધુ ગયું છે જે અંગેની વાત કરવામાં આવે તો જસાપર ગામના ધાર વિસ્તાર તરીકે ઓળખાતા સીમમાં નવો સર્વે નંબર 229 અને જૂનો સર્વે નંબર 129/1 વળી ખેતી લાયક જમીનના વર્ષ 2014ના 7/12માં આ જમીન 2-09 એકર દર્શાવે છે જે બાદ અચાનક જમીનમાં કોઈપણ સરકારી હુકમ વગર મોટો ધડખમ ફેરફાર આવ્યો અને જમીનનું ક્ષેત્રફળ વધીને 1-23-95 હેક્ટર થઈ ગયું હતું. આ અગાઉ પણ આ પ્રકારે જસાપર ગામની સર્વે નંબર 220 અને 362 વાળી ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ વધારવામાં આવ્યું હતું જેમાં માલિકીની જમીનમાં સરકારી અથવા ગૌચર જમીનને ખાતે ચડાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે વધુ એક ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ વધવાના કિસ્સામાં સ્થાનિક તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરશે ? તે જોવું રહ્યું.
- Advertisement -
જસાપર ગામના જમીન કૌભાંડમાં “કમલેશ” માસ્ટર માઇન્ડ?
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામનો “કમલેશ” જમીનનું ક્ષેત્રફળ વધુ દર્શાવી ખેડૂતો પાસેથી ત્રણ – ચાર લાખ જેટલો મોટો તગડો વહીવટ કરી અધિકારી અને કરાર આધારિત કર્મચારીઓ સુધી પહોચાડી આખાય જમીન કૌભાંડને પાર પાડતા મુખ્ય વહીવટદાર હોવાનું સામે આવ્યું છે. જેથી ક્ષેત્રફળ વધવાના કિસ્સામાં “કમલેશ” માસ્ટર માઇન્ડ તરીકે હોવાનું ચર્ચાય છે.”
જસાપર ગામના સર્વે નંબર 229 વાળી ખેતી લાયક જમીન જે વર્ષ 2005માં પટેલ આશારામભાઈ નાનજીભાઈના નામે ચાલતી હતી તેના જૂના 7/12 મુજબ જમીનનું ક્ષેત્રફળ 2-09 હતું જે બાદ વર્તમાન સમયમાં આ જમીન વારસાઈ કરાવ્યા બાદ આશારામભાઈ પટેલના પુત્રો દિનેશભાઇ, પ્રતાપભાઇ, પંકજભાઈ અને વિનોદભાઇ પટેલના નામે છે જેનું ક્ષેત્રફળ 1-23-95 હેક્ટર થઈ ગયું છે.