પાસબુક એન્ટ્રી અને ATM મશીન મોટાભાગે બંધ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી પર નભતી જિલ્લો છે તેવામાં ખાસ કરીને મૂળી પંથકમાં વસતા સ્થાનિકો મોટાભાગે ખેતી પર નિર્ભર છે. ત્યારે મૂળી ખાતે માત્ર એક એસબીઆઇ બેંકની શાખા છે જે બેંકમાં પણ ધાંધિયાબાજી ચાલતી હોવાથી ગ્રામજનો પરેશાન થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે રહીશોના જન – ધન સહિત બેંક ખાતા એસબીઆઇ બેંકમાં છે
- Advertisement -
ત્યારે અહીંના ગ્રાહકોને બેંક પાસબુકમાં એન્ટ્રી પડાવી હોય અથવા તો એટીએમ થકી રૂપિયા ઉપાડવા હોય ત્યારે મોટાભાગે મશીનો બંધ હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પાડી રહી છે જોકે આ બાબતે અનેક જાગૃત નાગરિકો દ્વારા ઉછકક્ષાએ રજૂઆત કરાઈ છતાં પણ બેંકની પ્રક્રિયા સુધરી નથી તેવામાં ગરમીમાંથી સામાન્ય બેંકના કામ માટે આવતા રહીશોને ધાંધિયાબાજીના લીધે ધરમનો ધક્કો ખાવો પડે છે જેના લીધે એસબીઆઇ બેંક સામે રોષ વ્યક્ત કરાયો છે