ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે જમીન કૌભાંડોને પાર પાડવામાં આવે છે તેમાં મેટાભાગે અધિકારીઓ અને કર્મચારીઓના હસ્તક્ષેપ વગર આ જમીનોના કૌભાંડોને પાર પાડવું લગભગ અશક્ય છે ત્યારે હાલ ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે સરકારી જમીનને ખાનગી માલિકીના નામે ચડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં જસાપર ગામના સર્વે નંબર 229 વાળી ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ કોઈપણ સરકારી હુકમ વગર ચાર ગણું વધી ગયું છે. આ મામલામાં જસાપર ગામના ભેચડા રોડ પર આવેલ ધાર તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં સર્વે નંબર 229 વાળી જમીન આગાઉ આશારામભાઈ નાનજીભાઈ પટેલના નામે ચાલતી હતી આ ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ જૂના 7/12 મુજબ 2-09 એકર હતું જેનું ક્ષેત્રફળ વાતમાં સમયમાં અચાનક 1-23-95 હેક્ટર જેટલું થઈ ચૂક્યું છે ત્યારે અચરજ પમાડે તેવી વાતમાં આજદિન સુધી આ 229 સર્વે નંબર વાળી જમીનમાં કોઈપણ જાતનો સરકારી હુકમ અથવા જમીન વધી જવા પાછળનું નક્કર કારણ દર્શાવ્યું નથી જેથી સ્પષ્ટ રીતે કૌભાંડ આચરાયું હોવાનું સામે આવે છે જ્યારે આ કૌભાંડ અંગે ખાસ ખબર દ્વારા વિશ્લેષણ બાદ અહેવાલ જાહેર કરતા જમીનના મૂળ માલિક આશારામભાઈ નાનજીભાઈ પટેલના વારસદારો દિનેશ, પ્રતાપ, પંકજ અને વિનોદ આશારામ પટેલના પેટમાં તેલ રેડાયું હતું અને પોતે અથવા પોતાના પૂર્વજોએ કરેલ સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ છતું થતા ધમપછાડા આદર્યા હતા જેમાં જસાપર ગામના સ્થાનિક અને જાગૃત નાગરિકને ઘરે જઈ દાદાગીરી કરી આ આખાય કૌભાંડ ઉજાગર થતું રોકવા માટે દબાણ કર્યું હતું. પરંતુ કહેવાય છે કે “પાપ છાપરે ચડીને પોકારે” તે પ્રકારે સરકારી જમીનને પોતાના પિતાની જહાંગીર સમજનારા દ્વારા હજુય અન્ય બે સર્વે નંબરોમાં કરેલ જમીન કૌભાંડ અને પોતાની જમીન બિન ખેતી કરી વેચાણ બાદ પણ ખાતે બોલતી જમીન સહિતના અનેક કૌભાંડો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
જસાપર ગામની માત્ર એક નહીં પણ ત્રણેય જમીનના કૌભાંડ
- Advertisement -
જસાપર ગામના ભેચડા રોડ પર આવેલી સર્વે નંબર 229 વળી ખેતી લાયક જમીનમાં કૌભાંડતો આચર્યું છે પરંતુ આ સાથે અન્ય બે ખેતી લાયક જમીનોમાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરી મોટા પ્રમાણમાં સરકારી અને ગૌચર જમીનને પિતાના ખાતે કરવાનું કાંડ પાર પડ્યું છે આ સાથે અગાઉ પિતાની જમીન બિન ખેતી કરી બાજુમાં આવેલ સરકારી ખરાબો પણ વેચાણ કરી દીધો છે અને બિનખેતી જમીન પર પ્લોટ પાડીને વેચાણ કર્યા છતાં હજુય પિતાના નામે જમીન બોલતી હોવાથી જો આ મામલે તપાસ થાય તો જસાપર ગામનું સૌથી મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જમીન કૌભાંડનો માસ્ટર માઇન્ડ કમલેશ આ કૌભાંડીના નજીકનો હોવાની ચર્ચા
જસાપરમાં મોટાભાગે જમીન કૌભાંડ કરનાર માસ્ટર માઇન્ડ ગણાતો કમલેશ આ કૌભાંડી બંધુઓને નજીકનો ગણવામાં આવે છે જેથી જસાપર ગામે એક નહીં બે નહીં પરંતુ ત્રણેય ખેતી લાયક જમીનોના ક્ષેત્રફળ વધારી મસમોટું કૌભાંડ આચરાયું હોવાનું પણ સામે આવ્યું છે.
- Advertisement -
માસ્ટર માઇન્ડ કમલેશે જમીન કૌભાંડમાં કરોડોની સંપત્તિ બનાવી
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના કમલેશ પટેલ જમીન કૌભાંડનો “એક્કો” ગણવામાં આવે છે. વર્ષ 2015માં નવી માપણીથી પોતાના કૌભાંડની કારકિર્દી શરૂ કરનાર કમલેશે એક દાયકામાં જમીન કૌભાંડ થાકી કરોડોની સંપત્તિ બનાવી છે અને વર્તમાન સમયમાં પણ જમીનોના કૌભાંડ કરવાની પ્રક્રિયા યથાવત હોવાનું ચર્ચાય રહ્યું છે.