દેશમાં 74.2 ટકા લોકો વાર્ષિક 5 લાખ કમાય રહ્યાં
રીપોર્ટ અનુસાર ઓછી આવક ધરાવતાં જૂથોએ તેમની આવકમાં વધારો કર્યો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે, વર્ષ 2013-14 અને 2022-23 વચ્ચે વાર્ષિક રૂ. 5 લાખ સુધીની કમાણી કરતી વ્યક્તિઓની આવકની અસમાનતામાં 74.2 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વિશ્લેષણ ભારતમાં વધતી અસમાનતાની સામાન્ય ધારણાને પડકારે છે. એસબીઆઈના આર્થિક વિભાગનાં અહેવાલમાં આકારણી વર્ષ 2014-15 અને 2023-24 વચ્ચે આવકની અસમાનતાના વલણોની તપાસ કરવામાં આવી હતી.
- Advertisement -
તેમાં જાણવા મળ્યું કે, આવકનું વિતરણ વળાંક જમણી તરફ ખસી ગયું છે, જે દર્શાવે છે કે ઓછી આવક ધરાવતાં જૂથોની વ્યક્તિઓ તેમની આવકમાં વધારો કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમારું વિશ્લેષણ દર્શાવે છે કે રૂ. 5 લાખ સુધીની આવક ધરાવતાં લોકોની આવકની અસમાનતામાં એકંદરે 74.2 ટકનો ઘટાડો થયો છે. આ નિમ્ન આવક જૂથનાં ઉત્થાન માટે સરકારનાં ચાલું પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. પરિણામે આ વર્ગની આવકમાં વધારો થયો છે.
“નોંધનીય રીતે, રૂ. 3.5 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે, આવકની અસમાનતાનો હિસ્સો 2013 માં 31.8 ટકા થી ઘટીને 2020 માં 12.8 ટકા થયો છે, જે દર્શાવે છે કે આ જૂથની આવકમાં 19 ટકાનો વધારો થયો છે.એકંદરે, નિમ્ન આવક જૂથ જેઓ રૂ. 5.5 લાખથી ઓછી કમાણી કરે છે તેઓએ છેલ્લાં એક દાયકામાં હકારાત્મક વૃદ્ધિ દર દર્શાવ્યો છે. જો કે આ રિપોર્ટ ઓક્સફેમ ઈન્ડિયાના ’સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ’ રિપોર્ટથી વિપરીત આવે છે. 2021 સુધીમાં, ભારતમાં સંપત્તિની અસમાનતા ખૂબ જ ગંભીર હતી, જેમાં ટોચનાં 1 ટકા લોકો દેશની કુલ સંપત્તિના 40.5 ટકા કરતાં વધુની માલિકી ધરાવતાં હતાં , જ્યારે વસ્તીનાં 50 ટકા લોકો માત્ર લગભગ 3 ટકા ધરાવતાં હતાં.
2020 માં રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી, ભારતીય અબજોપતિઓએ તેમની સંપત્તિમાં 121 ટકાનો વધારો કર્યો છે, જે પ્રતિદિન 3608 કરોડ અથવા દર મિનિટે આશરે રૂ. 2.5 કરોડનો આશ્ચર્યજનક વધારો દર્શાવે છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને કર્ણાટક જેવાં સધ્ધર રાજયોમાં આવકવેરા રિટર્ન ફાઇલીંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી વિપરીત, ઉત્તર પ્રદેશ આવકવેરા ફાઇલિંગમાં તેનો હિસ્સો વધારી રહ્યું છે. ત્યારબાદ બિહાર, આંધ્રપ્રદેશ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો આવે છે.અહેવાલમાં કુલ કર આવકમાં પ્રત્યક્ષ કરનો ફાળો 2024 માં વધીને 56.7 ટકા થયો, જે 2023માં 54.6 ટકા હતો. ડાયરેક્ટ ટેક્સ ટુ જીડીપી રેશિયો પણ 2024 માં વધીને 6.64 ટકાનો થયો, જે 2000-01 પછી સૌથી વધુ છે.
- Advertisement -
દેશમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા પાંચ ગણી વધી : 2.2 લાખ નોંધાયા
2025ના આકારણી વર્ષમાં 9 કરોડ રીટર્ન ફાઈલ થયા
ભારત હવે કરોડપતિઓનો દેશ બની રહ્યો છે અને હાલમાં જ એક રિપોર્ટમાં એ પણ કહેવાયુ કે દેશમાં આવકની અસમાનતા પણ ઘટી રહી છે અને તે 72% જેટલી ઘટી છે. તેની સામે કરોડપતિ કરદાતાની સંખ્યા પાંચ ગણી વધીને 2.2 લાખ નોંધાઈ છે. 2014માં આ સંખ્યા ફકત 14000 હતી તે હવે 2024ના નાણાકીય વર્ષના અંતે 2.2 લાખ નોંધાયુ છે. સ્ટેટ બેન્ક ઈકોનોમીક રીસર્ચમાં આ માહિતી આપવામાં આવી છે અને દેશમાં તમામ કરદાતામાં મહિલા કરદાતાની સંખ્યા 15% વધી છે.
આ રિપોર્ટમાં સરકારે કરવેરા મુદે જે સરળ પદ્ધતિ અપનાવી તેને કારણ ગણવામાં આવે છે અને 2025ના આકારણી વર્ષમાં કરદાતાની સંખ્યા વધી કરોડ જેટલી થઈ છે. જેમાં ડાયરેકટ ટેક્ષ કલેકશન દ્વારા કરવેરા આવકમાં 14 વર્ષનુ સૌથી વધુ 56.7% અને સીધા કરવેરા-જીડીપી રેશિયો 2000-2001 બાદનો સૌથી ઉંચો 6.64% નોંધાયો છે.