- SBIએ કોર્ટને કહ્યું છે કે, ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો પંચને ઉપલબ્ધ કરાવવામાં આવી
ઈલેક્ટોરલ બોન્ડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપી દીધો છે. હવે SBIએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. SBIએ કોર્ટને કહ્યું છે કે, ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો પંચને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
SBIના CMD દિનેશ ખરાએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, તેમણે કોર્ટના આદેશનું પાલન કર્યું છે. SBI એ ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી અને વેચાણ, તેના ખરીદદારોના નામ સહિત તમામ સંબંધિત માહિતી અંગે એક અહેવાલ તૈયાર કર્યો છે અને તે સમયસર પંચને પ્રદાન કરવામાં આવ્યો છે. SBIએ તેના સોગંદનામામાં કહ્યું છે કે બેંકે પેનડ્રાઈવ અને 2 પીડીએફ ફાઈલ દ્વારા સીલબંધ કવરમાં સામગ્રી સોંપી છે, જે પાસવર્ડથી સુરક્ષિત છે. ચૂંટણી બોન્ડ જે કોઈપણ પક્ષને ચૂકવવામાં આવ્યા નથી. તેની રકમ પીએમ રિલીફ ફંડમાં જમા કરવામાં આવી છે.
- Advertisement -
Chairman of State Bank of India (SBI) files an affidavit in the Supreme Court apprising that in compliance of the top court’s order, date of purchase of each Electoral Bond, the name of the purchaser and the denomination of the Electoral Bond purchased has been furnished to the… pic.twitter.com/GjAcgcBIM5
— ANI (@ANI) March 13, 2024
- Advertisement -
આ એફિડેવિટમાં બેંકે ડેટા દ્વારા જણાવ્યું છે કે 1લી એપ્રિલ 2019થી 15મી ફેબ્રુઆરી 2024 સુધી કુલ 22217 ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે. જેમાંથી 22030 રિડીમ કરવામાં આવ્યા છે. જેમાંથી 187નું પેમેન્ટ લેવામાં આવ્યું નથી. દેખીતી રીતે નિયમો અનુસાર તે PM રાહત ફંડમાં જમા કરવામાં આવ્યા છે.