મુખ્યમંત્રીના હસ્તે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનિમલ હોસ્પિટલ’નું ખાતમુહૂર્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ, માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડના ખર્ચે (ઓપરેશન થિએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2 એકર જગ્યામાં એનિમલ હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરાયું છે. એનિમલ હોસ્પિટલ બનવાથી હજારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. વિડ સંકુલ, સુદામડા રોડ ખાતે આવેલા સાયલા મહાજન પાંજરાપોળમાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઓગસ્ટ મહિનામાં સાયલા એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ જીવદયાના શુભ પ્રસંગે હાજરી આપવા સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ભાવભર્યુ જાહેર આમંત્રણ જીવદયા પ્રેમીઓને અપાયું છે. મુખ્ય દાતા હરીનભાઈ જયંતભાઈ ઠાકર તથા જશવંતીબેન ઠાકર (યુ.કે.) ખાસ ઉપસ્થિત રહેશે. એનિમલ હોસ્પિટલના નવનિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિવિશેષ તરીકે મહંત 1008 દુર્ગાદાસજી મહારાજ, નલીનભાઈ કોઠારી, નામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહજી મહારાજા, કિરીટસિંહજી રાણા, વર્ષાબેન દોશી, હરીનભાઈ જયંતભાઈ ઠાકર તથા જશવંતીબેન ઠાકર, જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ, અજયરાજસિંહજી ઝાલા, ડો. ગીરીશભાઈ શાહ, મિતલ ખેતાણી, જયેશભાઈ જરીવાલા, વિજયભાઈ ડોબરીયા, ડો. પી. વી. પારેખ, પ્રતિકભાઈ ડઢાણીયા, નરેન્દ્રભાઈ દુબલ, રૈયાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ જોગરાણા વિગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. એનિમલ હોસ્પિટલની સહભાગી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરુભાઈ કાનાબાર, રમેશભાઈ ઠક્કર, ગૌરાંગ રમેશભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમ સેવા આપી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે થોડા સમય પહેલાં યોજાયેલા પશુ આશ્રય શેડના લોકાર્પણ પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ શાહે સાયલાની આસપાસના 100 કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજના ચાર-પાંચ જીવોના અકસ્માત થાય છે પરંતુ નજીકમાં કોઈ પશુ દવાખાનુ કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને નિર્દોષ અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે.
જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે ઉપર અકાળે મૃત્યુ પામતા નિર્દોષ અબલો જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મૃત્યુ પામતા બચી શકે. જીતુભાઈ શાહની આ વાત સાંભળીને ઉપસ્થિત સૌએ તરત જ પોતાના વિચારો રજૂ કરી એનિમલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા તત્પરતા દાખવી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્રના નવનિર્માણ કાર્યમાં સૌ જીવદયા પ્રેમીઓને ઉદાર રીતે દાન આપવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના વિરેન્દ્રભાઈ મણીલાલ શાહ, જીતેન્દ્રભાઈ રતિલાલ શાહ, જયંતીલાલ અમૃતલાલ સોલંકી, ધીરજલાલ જગજીવન શાહ, દિલીપભાઈ શાંતિલાલ શાહ, પ્રકાશભાઈ કીર્તિભાઈ શેઠ દ્વારા અપીલ કરાઈ છે.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાને તથા નવી બની રહેલી એનિમલ હોસ્પિટલમાં દાન આપવા માટેS.B.I. A/c No. 56110003171, IFSC Code SBINOO60110 s’p H.D.F.C. A/c No. 50100028972611, IFSC Code HDFC0003062 તથા સંસ્થાના PAN Card No. AACTS76440 ચેક અથવા ડ્રાફટ ‘સાયલા મહાજન પાંજરાપોળ’ના નામે મોકલવા અનુરોધ કરાયો છે. સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્રના નવનિર્માણના કાર્યને સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના વિરેન્દ્રભાઈ મણીલાલ શાહ, જીતેન્દ્રભાઈ રતિલાલ શાહ, મિતલ ખેતાણી, જયંતિલાલ અમૃતલાલ સોલંકી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.