મે અને જૂન મહિનાનું બીલ માત્ર 10894 રૂપિયા જ આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયતનાં ભવન ઉપર રૂપિયા 23.13 લાખના ખર્ચે 68 કીલોવોટની સોલાર રૂફટોપ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. જેનું તા.24 એપ્રિલ 2022 ના રોજનાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સોલાર રૂફટોપ કાર્યરત થયા પહેલા એપ્રીલ-મે 2022નું જિલ્લા પંચાયતનું લાઇટ બીલ રૂપિયા 1,28,327 આવ્યું હતું. જયારે સોલાર સીસ્ટમ ચાલુ થયા બાદ ે મે-જૂન 2022 નું લાઇટ બીલ રૂપિયા 10,894 આવ્યું છે.
- Advertisement -
આમ સોલાર રૂફટોપ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાના કારણે માસીક રૂપિયા 1,17,433 ની રકમની બચત થઇ છે. છે. આથી જિલ્લા પંચાયત જૂનાગઢના સ્વભંડોળમાં વાર્ષિક કુલ 14.00 લાખ રૂપિયાની બચત થશે. આ બચત રમકનો ઉપયોગ અન્ય વિકાસ તેમજ પંચાયતના કામોમાં થઇ શકશે. આ બચતના કારણે સોલાર સીસ્ટમ માત્ર દોઢ વર્ષમાં જ બ્રેક ઇવન આવી તદન મફત થઇ જશે. પર્યાવરણનું જતન થશે, સરકારી નાણાંની બચત થશે તથા કલાઇમેન્ટમાં પરીવર્તન આવશે. જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના આ અભિગમથી લોકો પોતાના ઘરે સોલાર સીસ્ટમ કાર્યરત કરવાની પ્રેરણા મળેવશે.