ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા, તા.23
સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો
આ તકે સાવરકુંડલા એસ.ટી.ડેપોના કર્મચારીઓ ડ્રાઇવર, કંડકટર, હેલ્પરો અને વોચમેનો દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપોની સંપૂર્ણ સફાઈ અભિયાન કરવામાં આવી હતી જેમાં ડેપોની તમામ બસો, પ્લેટફોર્મ, વર્કશોપ, ઓફિસો, પાણીનું પરબ, પૂછપરછ રૂમ, ક્ધટ્રોલ રૂૂમ વગેરેની સંપૂર્ણ સફાઈ કરવામા આવી હતી તેમજ તમામ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા આતકે સાવરકુંડલા એસ.ટી.ડેપો મેનેજર વિમલભાઈ નથવાણી, ટ્રાફિક ઇન્સ્પેકટર પુનીતભાઈ જોષી, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાણી તેમજ શહેર ભાજપ, તાલુકા ભાજપ, પાલિકા સદસ્યો વગેરે અગ્રણીઓ સફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા માટે શપથ લીધા હતા.
- Advertisement -